મીડિયા  સાચી વસ્તુ લોકો સમક્ષ રજૂ કરી પ્રજાનો અવાજ બને છે-વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય

ભુજ ખાતે યોજાયેલા ગુજરાત ફર્સ્ટ ચેનલના ગેટ ટુ ગેધર કાર્યક્રમના સંવાદ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, મીડિયા ત્રીજું નેત્ર છે .ઇલેક્ટ્રોનિક હોય કે પ્રિન્ટ મીડિયા, મીડિયા  સાચી વસ્તુ લોકોની સમક્ષ રજૂ કરી તેઓ પ્રજાનો અવાજ બને છે. આઝાદીનાં ૭૫ વર્ષમાં પ્રજા અને જીવનમાં જાગૃતિ અને અભિવ્યકતિ  બંને અગત્યના છે.મીડિયા પ્રતિનિધિઓ આ  ફરજ નિભાવે છે. “   એક નવી ટેકનોલોજી સાથે આ ચેનલ આગળ વધે તેવી શુભેચ્છાઓ અધ્યક્ષશ્રીએ આ તકે પાઠવી હતી.

                  આ તકે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી વાસણભાઈ આહિર ,ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ,પશ્ચિમ કચ્છના એસ.પી.શ્રી સોરભસિંઘ, કચ્છમિત્રના તંત્રીશ્રી દીપકભાઈ માંકડે અને ભુજના નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચનમાં  શુભેચ્છા પાઠવી હતી

                         રાજ્યની ઇલેક્ટ્રોનિક ચેનલ ગુજરાત ફર્સ્ટના ભુજ ખાતે યોજાયેલા  સંમેલનમાં માંડવી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા,  નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા ,અંજારના નગરપતિ લીલાવંતીબેન પ્રજાપતિ,ક્ચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના રાજેશભાઇ ભટ્ટ,નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ,એ.સી. બી.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી.ગોહિલ, , તેમજ ભુજ શહેરના વિવિધ સમાજો ,સંસ્થાઓ અને વિવિધ પક્ષોના અગ્રણીઓએ અને ઉપસ્થિત મીડિયાકર્મીઓએ વિવિધ કાર્યક્રમો અંગે વાત કરી હતી  તેમજ માત્ર ચાર માસના ટૂંકા ગાળામાં ચેનલને કરેલી પ્રગતિને બિરદાવી હતી. આ તકે સૌએ  ચેનલની ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. ચેનલના મેનેજીંગ ડાયરેક્ટર  શ્રી.જસમીનભાઈ પટેલ, એડિટર દીપકભાઈ રાજાણી, દતુંભાઈ ત્રિવેદી, ચેનલના કચ્છ જિલ્લાના પ્રતિનિધિ કૌશિક છાયા,નરેશભાઇ વિજુડા, અસરાન તુર્ક,સલીમ સમાં,અયાજ સિદ્ધિકી હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *