માળીયા તાલુકાના શુક્રમણી, રત્નમણી અને મેઘપર પ્રાથમિક શાળામાં ગાંધીનગરથી આવેલા મહિલા અને બાળ વિભાગના અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

જિલ્લામાં નાની બરાર ક્લસ્ટરની શાળાઓમાં ભૂલકાઓના વધામણાં કરીને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણીના બીજા દિવસ અંતર્ગત મોરબી જિલ્લામાં નાની બરાર ક્લસ્ટરની શાળાઓમાં ગાંધીનગરથી આવેલા મહિલા અને બાળ વિભાગના અધિકારી શ્રી જે.આઇ. લેઉવાની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે પણ સમગ્ર રાજ્યમાં અનેક શાળાઓમાં ભૂલકાઓનું નામાંકન કરી શાળામાં વધાવી લેવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના માળીયા તાલુકાના શુક્રમણી પ્રાથમિક શાળા, રત્નમણી પ્રાથમિક શાળા તેમજ મેઘપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓને તેમના શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયે ઉષ્માભેર આવકારવામાં આવ્યા હતા અને તેમના વધામણાં કરી પરંપરાગત રીતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી.

મહાનુભાવો તેમજ દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ આપીને બાળકોને શાળાના આંગણમાં આવકારવામાં આવ્યા હતા જેથી આ બાલુડા ઓ હરખઘેલા બન્યા હતા. આ તકે પર્યાવરણની જાળવણી માટે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ.ઝાલા, માળિયા તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એ. કોંઢીયા, અગ્રણીશ્રી ચંદુભાઈ હુંબલ અને જ્યોતિસિંહ જાડેજા, એસ.એમ.સી.ના સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM