કામરેજના વિશાળ આરોગ્ય સંકુલ માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની 66 KV સબસ્ટેશન સહિતની માળખાકીય સુવિધાઓના આયોજનની સમીક્ષા

કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં આકાર પામનારા વિશાળ આરોગ્ય સંકુલને અદ્યતન અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે 66 KV સબસ્ટેશનની સ્થાપના સહિતની માળખાકીય સુવિધાઓના આયોજન અંગે રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ PIU, GETCO તથા સિવિલ વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી.

આ સંકુલમાં 1,500 બેડની જનરલ બ્રોડ સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા 500થી વધુ બેડની કાર્ડિયાક એન્ડ ન્યુરો, યુરોલોજી એન્ડ નેફ્રોલોજી અને કેન્સર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો વિકસિત થનાર છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓને વિસ્તૃત કરવાની સાથે મેડિકલ શિક્ષણ, સંશોધન અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રોજેક્ટને અનુરૂપ જરૂરી માળખાકીય સુવિધાઓનું સમયસર આયોજન થાય અને કામગીરી સુઆયોજિત રીતે આગળ વધે તે માટે સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *