
જીવન ધન્ય કરવા ગૌ…ગંગા….ગાયત્રી એ ત્રિસ્થાન કહેવાય છે સાધના અને આસ્થાના કેન્દ્ર

જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર પાસેની વૃંદાવન ગૌશાળામા ગાયમાતા સહિત અબોલ જીવની સેવાનો લ્હાવો લઇ પુણ્યભાથુ વોરા પરિવારએ બાંધ્યુ તે અંગે ધનજીભાઇ એ તેમજ દીકરી જમાઇએ ભાવસભર વર્ણન કરી શબ્દોને શણગાર્યા છે તેવુ તેઓના આ સેવાકાર્યની રજુઆત પરથી ફલિત થાય છે તેમજ વિવેચકોવધુમા ઉમેરે છે આવો ભવ્ય વારસો સાથે સદભાવના ઝરણા એ પારીવારીક પરંપરાના દર્શન થાય છે જે રેર હોય છે
કહેવાય છે કે જીવન ધન્ય કરવા ગૌ…ગંગા….ગાયત્રી એ ત્રિસ્થાન કહેવાય છે સાધના અને આસ્થાના કેન્દ્રછે ત્યારેહાલના સમયમા વિવિધ પ્રકલ્પોની અતિશય જરૂરીયાત વચ્ચે ચંદુભાઇ રાજ્યગુરૂ જેવા મુઠી ઉચેરા સંચાલકો દ્વારા ઝળહળે છે માટે જ પ્રેરાઇને સેવાયજ્ઞ માટે જ રીઝેછે દાતા અને મળે છે અલૌકિક આશીર્વાદ તેમ પણ જોઇને અનુભૂતિ થયા વગર રહેતી નથી
તાજેતરમા ખીરી પાસેની આ વૃંદાવન ગૌશાળા જ્યા મોટી સંખ્યામા રહેલ તેમજ અવિરત વધતા જતા ગાય અને ગૌ વંશનુ જતન પાલન કરવાના આયોજન અને રોજની અવિરત જરૂરી દરેક કામગીરીથી પ્રમુખ અને અધ્યાત્મશક્તિ સંચિત ચંદુભાઈ રાજ્યગુરૂ તેમજ સહયોગી શ્રમયોગીઓ બેસ્ટ મેનેજમેન્ટ ની પણ પ્રતિતિ કરાવે છે
માટે જ ધનજીભાઇ વાઘજીબાઇ પરિવારના સૌ સભ્યો બિમલભાઇ ધનજીભાઇ વોરાના નેજા હેઠળ આ વૃંદાવન ગૌશાળામા ખુબજ નોંધપાત્ર જથ્થામા ઘાસચારો તેમજ વિપુલ પ્રમાણમા ગોળ વગેરે સ્વહસ્તે ગૌવંશ જે અહી ચારસો જેટલી સંખ્યામા છે તેમની જઠરાગ્નિ તૃપ્ત કરી વિનમ્ર ભાવથી સેવાનો લ્હાવો મેળવ્યાનુ અને ધન્યતા અનુભવી હોવાનુ તેઓના ચહેરા ઉપરના સંતોષ ના ભાવ નુ આકલન કરતા જાણવા મળ્યુછે
