આણંદ જિલ્લા માં સીએ બ્રાન્ચ દ્વારા ઇન્ટરનેશનલ MSME દિવસ ની ઉજવણી

રિપોર્ટ : બીના પટેલ

આણંદ સીએ બ્રાન્ચ દ્વારા વિથ્થલ એસોસિએશન તેમજ જીલ્લા ઇન્ડસ્ટ્રી કેન્દ્રના સહયોગથી ઇન્ટરનેશનલ MSME દિવસના ઉજવણીના ભાગરુપે “મેગા એમએસએમઇ કન્કલેવ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આણંદ લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. અને તેમણે આવા આયોજન બદલ સીએ આણંદ બ્રાન્ચ તેમજ વિઠ્ઠલ ઉદ્યોગનગર એસોસિએશનને બિરદાવ્યા હતા અને આપણા દેશની ઇકોનોમી વધારવા માટે આવા કાર્યક્રમો અતિ મહત્વના છે તેમ તેઓશ્રીએ જણાવેલ. આ કન્કલેવમાં આણંદ સીએ બ્રાન્ચના ચેરમેન CA હિરલ પ્રજાપતિ દ્વારા MSMEનું દેશની ઇકોનોમીમાં રહેલુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કન્કલેવમાં અતિથિ વિશેષ તરીકે જીલ્લા ઇન્ડસ્ટ્રી કેન્દ્રના જનરલ મેનેજર શ્રીમતી તન્વીબેન પટેલ,VVIA ના પ્રમુખ હર્ષદભાઇ પટેલ,હર્ષદભાઈ મહેતા(મહામંત્રી-VUIA)તેમજ કાંતિભાઇ ભૂવા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સૌ કોઇ પધારેલા મહેમાનોને એ.કે પઢી, અને સીએ હિરેન પટેલ દ્વારા સહ્રદય આવકારવવામાં આવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM