રાજકોટ શહેરના વોર્ડ નં.૧૧માં રૂ.૩.૯૫ કરોડનાં કામો મંજુર કરીને ચાલુ કરાવવા બદલ મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ સહીતના પદાધીકારીશ્રીઓનો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રીઓ

રાજકોટ શહેરના વિકસીત વિસ્તારો પૈકી વોર્ડ નં-૧૧ના વિકસીત વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાના વિકસિત વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી પ્રદિપ ડવ સાહેબ, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, ડે.મેયર શ્રીમતી ડો.દર્શિતાબેન શાહ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોશ્રીઓના સાથ સહકાર થી વોર્ડ નં.-૧૧ના વિવિધ વિસ્તારોમાં ૩.૯૫ કરોડના વિકાસ કામો જેવાકે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ, રસ્તા મેટલીંગ, ગાર્ડન ડેવલોપમેન્ટ તથા જાળવણી કરવાના જેવા કામો વગેરે મંજુર કરીને ચાલુ કરવામાં આવ્યા છે. વોર્ડ નં.-૧૧ના નવા વિકસીત વિસ્તારોમાં વિકાસ કામોની વણઝાર શરૂ કરવા બદલ વોર્ડ નં.-૧૧ કોર્પોરેટરશ્રીઓ શ્રીમતી ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, શ્રીમતી લીલુબેન છગનભાઈ જાદવ, શ્રી વિનુભાઈ સોરઠીયા, શ્રી રણજીતભાઈ સાગઠીયાએ મહાનગરપાલિકાના શાસકોનો આભાર વ્યકત કર્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM