હાલ માં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા કાયદાઓ ના વિરોધ થતાં દૂષપ્રચાર ને અટકાવવા અને આ કૃષિ સુધારા કાયદા દ્વારા સરકાર ખેડૂત લોકો ની આવક ને બમણી થાય અને તેમની આર્થિક સ્થિતિ માં સુધારો થાય તે માટે કતતિબદ્ધ છે તે બાબતે ગાંધીધામ મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી એ તેમના ભચાઉ તાલુકા ના બીજા ચરણ ના પ્રવાસ માં ભચાઉ તાલુકા ના કુંજસર, મેઘપર, ખરોઈ, માનફરા, માયગામ, લાખાવટ,વામકા, હલરા વગેરે ગામોનો પ્રવાસ કરીને ગામ લોકો તથા ખેડૂત વર્ગ ને સમજાવી હતી. કૃષિ સુધારા ના વિરોધ માં કેટલાક રાજકીય પક્ષો દ્વારા ભ્રામક દૂષપ્રચાર થાય છે અને તે વિશે તેમણે ખુબજ ઊંડાણ માં વિશદ છણાવટ થી કૃષિ સુધારા ના કાયદા સમજાવ્યા હતા જેને ખેડૂત આગેવાનો એ વધાવી લીધા હતા.
ધારાસભ્યશ્રી એ આ કૃષિસુધારા થી ખેડૂતો ને નુકશાન નહીં થાય તે વિશે છણાવટ કરી હતી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફોરવર્ડ ટ્રેડિંગ તથા તેમની ખેતપેદાશ ની ઉપજ ના વેચાણ માટે ફક્ત એ.પી.એમ.સી. સુધી સીમિત ન રહેતા દેશ ના કોઈપણ ભાગ માં જ્યાં તેમની ઉપજ ની વધારે કિમત મળે ત્યાં વેચાણ કરી શકશે અને તેનાથી થતાં આર્થિક કાયદાઓ વિષે સમજ આપી હતી. આ પ્રવાસ દરમિયાન ખેડૂત આગેવાનો તરફથી કરવામાં આવેલ પ્રશ્નો નું નિરાકરણ ધારાસભ્યશ્રી તથા પ્રવાસ માં જોડાયેલા પક્ષ ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ખુલાસાઓ થી ખેડૂત આગેવાનો એ ખુશી વ્યક્ત કરી હતી. ધારાસભ્યશ્રી એ વિરોધ પક્ષો ના ભ્રમિત પ્રચાર થી દૂર રહેવા તથા ટેકાના ભાવ ની પ્રથા હજી પણ અગાઉ ની જેમ જ ચાલુ છે તથા રહેશે તે બાબતે પુનરોચાર કર્યો હતો અને તેની મૂંઝવણ દૂર કરી હતી.
આ પ્રવાસ માં ધારાસભ્યશ્રી સાથે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા, શ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામ નગરપાલિકા ના નગરસેવિકા શ્રીમતી ચંદ્રિકાબેન દાફડા વગેરે સાથે રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પક્ષ ના અગ્રણીઓ, ગામો ના સરપંચશ્રીઓ, આગેવાનો, ખેડૂત સમુદાય વગેરે બહોડી સંખ્યા માં હાજર રહ્યો હતો. ધારાસભ્યશ્રી એ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સહયોગ આપવા બદલ સર્વે નો ખરા અંતહ કરણપૂર્વક આભાર માન્યો હતો.







