દલિત સમાજ ના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી સ્વ શ્રી રામવિલાસ પાસવાનજી ને ગાંધીધામ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા :- પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી

દલિત સમાજના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી સ્વ. રામવિલાસ પાસવાનજી નું દુઃખદ અવસાન થતા ગાંધીધામ શહેરના વોર્ડ નં. 6 ના આંબેડકર નગર કાર્ગો ઝુપડપટ્ટી ખાતે તેમને શ્રધ્ધાંજલિ આપવા શોકસભા નું આયોજન કરવામાં આવ્યું હતું

આ શ્રધાંજલિ સભા માં ઉપસ્થિત ગાંધીધામ – મુન્દ્રા ના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરીએ સ્વ. પાસવાનને દલિતો ના મસિહા ગણાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મહેશ્વરી સાહેબ ની સાથે શ્રધાંજલિ સભા માં અંજાર એ.પી.એમ.સી. ડાયરેક્ટર શ્રી નારાણભાઈ બાબરીયા, વિસ્તાર ના કાઉન્સિલર શ્રી સુમનબેન શ્રીવાસ્તવ, ગાંધીધામ શહેર ભાજપ અનુસુચિત મોરચાના પ્રમુખ અને કાઉન્સિલર શ્રી ખીમજીભાઈ રોલા, મહામંત્રી શ્રી સામજીભાઈ મહેશ્વરી, સામાજિક આગેવાનો શ્રી વિધાર્થી પાસવાન, શ્રી ધનરાજભાઇ ગઢવી, શ્રી વિપુલભાઈ ભાનુશાળી, પપ્પુ ભાઈ પાસવાન, દિલિપભાઈ પાસવાન, નંદુ યાદવ, મિથિલેશ પાસવાન, ઉમેશભાઈ પાસવાન, ઇન્દ્રજીત પાસવાન તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યી સ્વ. રામવિલાસ પાસવાન ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *