
મંગળવારે ચોમાસી ચૌદશ છે.એટલે કે જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં ચાતુર્માસ નું પ્રારંભ થશે અને મંગળવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના એક સ્થાન પર સ્થિર થશે. એટલે કે જ ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા કરશે. ઉલ્લેખનીય છે કે સ્થાનકવાસી સમાજ અને તેરાપંથી સમાજનાં ચાતુર્માસનો પ્રારંભ થશે.જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે.ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.પાલનપુર નગરે શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રય ખાતે ચાતુર્માસ બિરાજમાન જૈન મુનિ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.ચાતુર્માસના ચાર મહિનામાં વરસાદના કારણે અનેક જીવ-જંતુઓ ઉતપન્ન થતાં હોવાથી આ જીવોની હિંસા ન થાય,તેમની જયણા જળવાય, તેમની રક્ષા થઈ શકે એ માટે ચાતુર્માસના ચાર મહિના જૈન સાધુ-સાધ્વીઓને એક જ સ્થાને સ્થિર રહેવાનો આપણાં ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ આદેશ અપાયો છે.અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ કારતક સુદ ચૌદશની સાંજે ‘સામૂહિક દેવવંદન’ અને ‘ચૌમાસી ચૌદશ’ના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે,એમ કહી જૈન મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું કે અષાઢ સુદ-ચૌદશ એટલે ‘ચૌમાસી ચૌદશ’ ના સવારે દરેક જૈન સંઘમાં ‘સામૂહિક દેવવંદન’ અને પ્રતિક્રમણ સાથે થશે.ચાતુર્માસ દરમ્યાન એટલે કે અષાઢ સુદ-ચૌદશ થી કારતક સુદ-ચૌદસ સુધી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા પણ બંદ રહેશે.ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે. જેનો પ્રારંભ કારતક સુદ-પૂનમનાં દિવસથી શરૂ થશે.ચાતુર્માસ દરમ્યાન એક સ્થાને પર રહી સાધુ-સાધ્વીજી ભગવંતો રત્નત્રયી એટલે કે જ્ઞાન,દર્શન અને ચારિત્ર ધર્મની આરાધના કરશે.
