

રિપોર્ટ : બીના પટેલ
ગુરુપર્ણિમાના ના પાવન પર્વ પર ખંભાત આંબખાડ વિસ્તાર સ્થિત શ્રી સદગુરુ કબીર મંદિર ખાતે મહંત તુલસીદાસ જી ના ચરણો માં ગુરુવંદના કરી ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલે આશિર્વાદ મેળવ્યા હતા. તથા શ્રી નિત્યાનંદ બાપજી આશ્રમ ખાતે દર્શન કાર્ય હતા. આ શુભાવસરે આશિર્વાદ પ્રાપ્ત કરવા તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ રમણભાઈ પટેલ,મહામંત્રી પ્રકાશભાઈ રબારી, શહેર ભાજપ મહામંત્રી મિલનભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ પટેલ, વોર્ડ -૩ પ્રતિનિધિ સાગરસિંહ સોલંકી, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ વણાર સહિતના સ્થાનિક પ્રતિનિધિઓ અને સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
