મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે પરમાર જયાબા કિરણસિંહજીની નિમણુક કરવામાં આવી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા તાલુકા સરપંચ એસોસિએશનની સામાન્ય સભા સરકીટ હાઉસ મોડાસા ના સભાખંડ માં યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પરમાર જયાબા કિરણસિંહજી ની દરખાસ્ત કિશોરપુરા સરપંચ વસંતકુમાર દ્વારા મુકવામાં આવતા તમામ સરપંચશ્રીઓ એ દરખાસ્તને ટેકો આપતા સતત બીજીવાર બિનહરીફ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને મંત્રી તરીકે પટેલ જયેશકુમાર મોતીભાઈ ની નિમણુંક કરવામાં આવી સભા માં સ્વાગત પ્રવચન પટેલ જયેશકુમાર દ્વારા કરવામાં આવ્યું સભામાં શુભેચ્છાઓ પાઠવવા માટે અરવલ્લી જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિ ના ચેરમેન અનિરુદ્ધસિંહ ગાયકવાડ મોડાસા તાલુકા ભાજપ પ્રમુખ ભીખુસિંહ એચ પરમાર તેમજ અન્ય આગેવાનો સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા સભાનું કામકાજ સરડોઈ સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *