વિકાસની વણથંભી વંદે ગુજરાત યાત્રાનો રથ પહોંચ્યો મુંદરા તાલુકાના ધ્રબ ગામે

લાભાર્થીઓને લાભો પ્રદાન કરાયા તેમજ સરકારી યોજનાઓ વિશે જાણકારી અપાઈ

મગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના ધ્રબ ગામે આવી પહોંચ્યો હતો. સ્થાનિક માધ્યમિક અને પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સરકારની વિવિધ સિદ્ધિઓ અંગેની ફિલ્મ નિહાળી હતી. વિકાસની વણથંભી યાત્રાના સાક્ષી સ્થાનિક અગ્રણી હુશેન હાજી દાઉદ તુર્કે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે એક સમય હતો કે રોજગારી માટે સ્થાનિક લોકોને હિજરત કરીને બહાર જવું પડતું હતું જ્યારે છેલ્લા 20 વર્ષથી ભારતભરના લોકો રોજગારી માટે ધ્રબ – મુંદરા પોર્ટ પર આવે છે અને ભારતના એક નંબરના બંદર તરીકેનું ગામલોકો ગૌરવ લઈ રહ્યા છે. ઉપરાંત હર ઘર નલ યોજના અંતર્ગત ચાર કિલોમીટરના વાડી વિસ્તારમાં ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે છે એને એક મોટી ઉપલબ્ધી ગણાવી હતી. જિલ્લા પંચાયતના સદસ્ય વીરમભાઈ ગઢવીએ સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના સઘન પ્રયાસો થકી છેવાડાના મોડકુબા સુધી નર્મદાના નીર પહોંચાડી શકાયા છે એની વાત કરી હતી. તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની દીર્ઘદ્રષ્ટિથી વકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે ત્યારે કોઈ પણ યોજનાકીય કામગીરી માટે મુશ્કેલી હોય તો તાલુકાની કચેરીએ સંપર્ક સાધવા જણાવ્યું હતું. ચારણ અગ્રણી ડોસા સવા ગઢવીએ નર્મદા મૈયા આવ્યાની ખુશી દર્શાવીને આભારની લાગણી વ્યક્ત કરતા ખેડૂતપુત્રોને જમીન જાળવી રાખવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, આયુષ્માન કાર્ડ યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તથા કોવિડ રસીકરણની સારી કામગીરી માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાના હસ્તે સરપંચ અને ઉપ સરપંચને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્થાનિક લોકભાષામાં દાખલાઓ સાથે મહમદ અસરફ હુશેન તુર્કે કર્યું હતું જ્યારે આભારવિધિ અબ્દુલ મજીદ આમદે કરી હતી.
કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વતી ચેતનભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રતન કરમણ ગઢવી, એ.ટી.વી.ટી.ના કુલદીપસિંહ જાડેજા, ધ્રબના સરપંચ અસલમભાઈ તુર્ક, નાના કપાયાના સરપંચ જખુભાઈ સોધમ, સી.ડી.પી.ઓ. આશાબેન ગોર, ઝરપરા મેડિકલ ઓફિસર ડો. યશ ગેટિયા, સામુદાયિક આરોગ્ય અધિકારી ડો.હસનઅલી આગરિયા, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી બહેનો, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM