“મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ” યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની એક લાખ મહિલાઓને આવતા છ માસમાં એટલે કે 31/3/2021 સુધીમાં જોડવાનો સ્ટ્રીટલાઈટ ચેરમેન ભારતી બી. ઠાકોરનો સંકલ્પ……..

ગુજરાતની દસ લાખ મહિલાઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન આપવાનું આયોજન માનનિય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તેમાં પાલનપુર નગરપાલિકા સ્ટ્રીટલાઈટ ચેરમેન ભારતીબેન ભરતજી ઠાકોરે આ યોજનાનો લાભ અપાવવા બનાસકાંઠા જિલ્લાની મહિલાઓને ખરા અર્થમાં “આત્મનિર્ભર” બનાવી “અંત્યોદય”ની દિશામાં પ્રયાણ કરવા માટે જિલ્લાની એક લાખ મહિલાઓને જોડવાના સંકલ્પ સાથે અને અન્ય લોકકલ્યાણકારી યોજનાઓને પણ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે બનાસકાંઠાના તમામ સમાજ સેવકો અને ખાસ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમાયેલા પેજ પ્રમુખોને અપીલ કરતા જણાવ્યું છે કે “બનાસકાંઠા જિલ્લાના અંદાજીત બાવીસ લાખ મતદારોમાંથી લગભગ દશેક લાખ મહિલા મતદારો હોય તેના પણ દસ ટકા જરૂરિયાતમંદ મહિલા મતદારો કે જેઓ પોતે પણ આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બની પોતાના પરિવાર માટે આર્થિક રીતે  સહભાગી બનવા ચાહતી હોય તેઓને આ યોજનામાં જોડાવા મદદરૂપ થવું જોઈએ. અને એ માટે દા.ત. બનાસકાંઠા જિલ્લાના તમામ ગામડાંઓમાંથી એક ગામ દીઠ દસ મહિલાઓના દસ દસ ગ્રુપ પણ બનાવવામાં આવે તો આવતા છ માસમાં માત્ર બનાસકાંઠા જિલ્લામાંથી જ એક લાખ મહિલાઓને આ યોજનામાં જોડીને તેનો લાભ અપાવી શકાય કારણ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના પ્રત્યેક ગ્રૂપને એક લાખ રૂપિયા લોન આપવાનું જાહેર કરેલ છે અને આ લોન દ્વારા તેઓ સામુહિક કે સ્વતંત્ર રીતે પોત પોતાની રુચિ, લાયકાત કે આવડત મુજબ નાનો મોટો કોઈપણ વ્યવસાય કરી શકે છે.દા. ત. આવા દસ મહિલાઓના ગ્રુપની કોઈ એક મહિલા પોતાના ભાગે આવતા દસ હજાર રૂપિયાનું રોકાણ કરીને શાકભાજીનો વ્યવસાય કરે અને તેમાંથી પ્રતિ દિવસ તેને માત્ર પાંચ ટકા લેખે પાંચસો રૂપિયાનો નફો થાય તો મહિનાના ત્રીસ દિવસ લેખે તેને પંદર હજાર રૂપિયા મળે. હવે આ પંદર હજાર રૂપિયામાંથી દસ હજાર રૂપિયા તે પોતાના પરિવાર માટેના ઘરખર્ચ જેવા કે કરિયાણું, દૂધ, લાઈટબીલ જેવા નિયમિત થતા ખર્ચમાં ફાળવે અને બાકીના પાંચ હજાર પોતાના પરિવારના ભવિષ્ય માટે બચતરૂપે રાખી મૂકે તો બાર માસના સાઈઠ હજારની બચત કરી પોતાના સંતાનોના ઉચ્ચ અભ્યાસ કે લગ્ન માટે પણ પોતાના પરિવારને સુનિશ્ચિંત કરવામાં સહભાગી બની શકે છે. અને આ રીતે આ યોજના દ્વારા તેના નામ પ્રમાણે ખરા અર્થમાં મહિલાઓના ઉત્કર્ષ દ્વારા તેમના પરિવારનો અને દેશનો એટલે કે દેશવાસીઓનો ઉત્કર્ષ કરી દેશને આત્મનિર્ભર બનાવી અંત્યોદય તરફ પ્રયાણ કરી દેશને આ રીતે પણ સુપરપાવર બનાવવાના આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનિય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કંડારેલી કેડીએ ચાલી દેશસેવા કરી દેશવાસીઓના ખરાઅંતરના આશિર્વાદ પ્રાપ્ત કરવા પાર્ટીના તમામ પેજ પ્રમુખશ્રીઓને મારી નમ્ર વિનંતી છે.”

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM