‘બડે મિયાં છોટે મિયાં’ ને ફોરેન લોકેશન્સ પર શૂટ કરવાની તૈયારી

ગત વર્ષના અંતમાં બોલિવૂડની અત્યારસુધીની સૌથી મોંઘી ફિલ્મની એનાનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બે અલગ-અલગ સમયના એક્શન સુપર સ્ટાર્સ આગામી ફિલ્મમાં એક સાથે નજર આવવાના છે અને ફિલ્મનું નામ ‘બડે મિયાં છોટે મિયાં’ રાખવામાં આવ્યું છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને ચમકાવનારી આ ફિલ્મનું બજેટ રૂપિયા ૩૫૦ કરોડની આસપાસ રાખવામાં આવ્યું છે. જેને સફળ ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જેમાં ટાઈગર અને અક્કી ધમાકેદાર એક્શન સિક્વન્સ પરફોર્મ કરતા નજર આવ્યા હતા. હવે, આ ફિલ્મના બજેટ મુજબ, ફિલ્મને પણ યુરોપના વિવિધ લોકેશન્સ પર શૂટ કરવાની તૈયારી કરી દેવામાં આવી છે અને આ માટે યુરોપના વિવિધ દેશોમાં ફિલ્મની ટીમ રેકી કરવા પણ જવાની છે. ફિલ્મમાં વીએફએક્સનો ઉપયોગ ઘટાડવાની યોજના સાથે અને રિયલ ટાઈમ લોકેશન્સ પર શૂટ કરવા માટે સ્કોટલેન્ડ, ઓસ્ટ્રીયન આલ્પ્સની સાથે સાઉદી અરેબિયા અને ઑસ્ટ્રેલિયાને પસંદ કરવામાં આવ્યા છે. જેકી ભગનાની અને તેના પિતા વાસુ ભગનાનીની પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. અત્યારે, ‘બડે મિયાં છોટે મિયાં’ ના પ્રિ-પ્રોડક્શનનું કામ જાેરશોરથી ચાલુ છે અને ફિલ્મનું શૂટિંગ ૧૦૦ દિવસમાં આટોપી લેવાની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મમાં હાઈ-એક્શન ડ્રામા સિક્વન્સને ફિલ્માવવા માટે વિદેશી એક્શન ટ્રેઈનર અને આર્ટિસ્ટની મદદ લેવામાં આવી રહી છે. જેથી બોલિવૂડમાં આજ સુધી નજર ન આવી હોય તેવી શાનદાર-ધમાકેદાર એક્શન સિલ્વર સ્ક્રિન પર રજૂ કરી શકાય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *