પાલનપુરમાં ચાતુર્માસ અંતર્ગત તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીની નિશ્રામાં સ્તવન સ્પર્ધા યોજાઈ.

નાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરે.શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુની આ પાવન ભૂમિ પર શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ના શુભ સાનિધ્યમાં ભાવિકો દ્વારા સ્તવન સ્પર્ધા યોજાઈ.આ સ્તવન સ્પર્ધામાં નાના નાના ભૂલકાઓ થી લઈને મોટા ઉંમરના પણ લોકોએ આ સ્તવન સ્પર્ધામાં ખૂબ ઉલ્લાસ અને આનંદ પૂર્વક ભાગ લીધેલ.આ સ્તવન સ્પર્ધામાં ભાઇઓ તથા બહેનો એ મોટી સંખ્યામાં લાભ લીધેલ અને સ્પર્ધામાં મુખ્ય ઈનામ આપવામાં આવેલ જેમાં પહેલો નંબર કુ.પ્રિયલ રાજેશભાઈ શાહ,બીજો નંબર-શ્રીમતિ વર્ષાબેન અશ્વિનભાઈ શેઠ,ત્રીજો નંબર-રૂદ્રા નિમિષ શાહ,શ્રી વિશાલ કોઠારી ને વિશિષ્ટ સુંદર ઇનામ આપવામાં આવેલ અને બાકીના 31 ભાવિકોને આશ્વાસન ઇનામ આપી તેઓશ્રીને બિરડાવામાં આવેલ.આ સ્તવન સ્પર્ધામાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના ભાવિકો એ લાભ લીધેલ.આ પ્રસંગે પાલનપુર જૈન સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *