મુન્દ્રામાં લમ્પી ગ્રસ્ત ગાય માતાની વ્હારે પ્રાથમિક શિક્ષક સમાજની અનોખી પહેલ

ર્તમાન સમયમાં સમગ્ર કચ્છ જિલ્લામાં લમ્પી નામના રોગે ગાય માતા પર કહેર વર્તાવ્યો છે ત્યારે મુન્દ્રા તાલુકાના પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા બીમાર ગાયો ઝડપથી સ્વસ્થ થાય તે માટે તેમની સારવાર અર્થે ફાળો એકત્રિત કરી પવિત્ર શ્રાવણ માસમાં મૂંગા જીવને વ્હારે આવીને તેમને બચાવવાની અનોખી પહેલ કરીને ‘જીવ એ જ શીવ’ની પંક્તિને સાર્થક કરવાના પ્રયાસરૂપે તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો દ્વારા યથા યોગ્ય ફાળો આપી બે લાખ જેટલી રકમ એકઠી કરી તાલુકાની પાંજરાપોળ – ગૌશાળા તેમજ જે ગામોમાં ગૌ સેવા સમિતિને જરૂરિયાત હતી તે પ્રમાણે દવા અને આર્થિક સહયોગ તેમજ સારવારની સુવિધા આપી એક નવતર પહેલ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મંત્રી હિતેશભાઈ પટેલ, સહમંત્રી સહદેવસિંહ જાડેજા, કોષાધ્યક્ષ સુલેમાનભાઈ લંઘા તેમજ તમામ શિક્ષક મિત્રો જોડાઈને સહભાગી બન્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM