મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેવલ ખાતે”રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ”ને ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટ ,મયુર પટેલ

હુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વહેવલ ખાતે દર વર્ષની જેમ સરકારશ્રીના રાષ્ટ્રીય આરોગ્ય પ્રોગ્રામ”રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ”ઉજવણી કરવામાં આવી વહેવલ વિસ્તારના આવરી લેતા ગામો, વહેવલ, અનાવલ, કોષ, આંગલધરા જેવા દરેક ગામોની શાળાઓ મા “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાઓ ના બાળકો ને કૃમિનાશક દવા ચાવીને ખવડાવવા મા આવી હતી. આ પ્રસંગે ડૉ. ભાવેશ ચૌધરી એ કૃમિ નાશક દવાના લાભ અને તેનાથી થતા સ્વાસ્થની સમજણ આપતા કહ્યું કે કૃમિ ના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર અનેક હાની કારક અસર જોવા મળે છે જેવી કે લોહીની ઉણપ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઉલટી અને ઝાડા, વજન ઓછું થવું, આ બધી બીમારીથી બાળક ના સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડે છે કૃમિનાશક દવા પીવાથી સીધા ફાયદા જેવું કે લોહીની ઉણપમાં સુધારો, પોષણ સ્તરમાં સુધારો, એમ બાળકના શરીરમાં કૃમિ નાશક દવા પીવાથી ઘણા બધા સુધારા થાય છે બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. 10 ઓગસ્ટ શાળા અને આંગણવાડીઓમાં સરકાર શ્રી તરફથી વિના મૂલ્ય કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે. જે દરેક વાલીઓએ લાભ લેવો જોઈએ. આ પ્રસંગને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત સભ્યો, સરપંચ શ્રી ઓ, પદાધિકારીઓ, શિક્ષક શ્રીઓ, આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામનો હેતુ બાળકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે યોજવામાં આવ્યો હતો…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *