જેને પાપનો ભય પ્રશંસા,પ્રસિધ્ધિ,પરલોક અને પરમાત્માનો ભય હોય એજ સાચો સમ્યગદ્રષ્ટિ છે-મુનિરાજ નયશેખર વિજયજી

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા કલ્યાણકારી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.ત્યારે મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે સંસારક્ષેત્રે સફળતા પામવા કે ધર્મક્ષેત્રે આરાધના વિઘ્નરહિત બનાવવા બીજાને આરાધનામાં અંતરાય કરવા નહીં.બીજાને આરાધનામાં વિધિ આવે તો આનંદિત થવું નહીં.બીજાના વિજ્ઞ દૂર કરવા યથાશક્તિ સહાયતા કરવી.જેને પાપનો ભય હોય,પ્રશંસા અને પ્રસિધ્ધિનો ભય હોય તથા પરલોક અને પરમાત્માનો ભય હોય એ જ સાચો સમ્યગદ્રષ્ટિ છે.જીવનનો રાહ રસ્તો જ સરળ બનશે કે જીવન જીવવા જેવું લાગશે.વિશ્ર્વનો સૌથી સુંદર અભિયાન એટલે જીવનમાં દુઃખ હોવા છતાંયે ચહેરા પર સ્મિત હોવું. માણસને જયારે તેની લાયકાત કરતાં વધારે મળે,એટલે એ એના સંસ્કાર અને બીજાને સમજવાની આવડત ગુમાવી દે છે.જીવનમાં કોઈને ઓળખવાનો નહીં પરંતુ સમજવાનો પ્રયત્ન કરો.એટલે સત્યનો સ્વીકાર હંમેશાં કરવો જોઈએ.સત્ય એક ઓપરેશનની જેમ છે જે સામેના વ્યક્તિને દુઃખ ચોકકસ આપે છે પરંતુ એને દર્દમાંથી છુટકારો મળતાં શાંતિ વધુ આપે છે જયારે જૂઠ એક દર્દનાશક ગોળી જેવું હોય છે જે સામેનાને થોડો સમય રાહત જરૂર આપે છે પરંતુ જીંદગીભર સાઈડ ઈફેક્ટ કરે છે.શ્રાવક ભાઇ બહેનો જીવનમાં આવી કેટલીક વાતો ઉતારીને તનાવ ટેન્શન મુક્ત જીવન જીવી શકાય છે.બસ પ્રતિક્રમણમાં હ્રદય મનને શુધ્ધ કરી આગળના દિવસના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય શ્રેષ્ઠ બની રહે.જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના વચ્ચેના સમયગાળા માં કોઈ ભૂલચૂક ગડમથલ ઉભી થાય તો રાત્રે પ્રતિક્રમણ દરમ્યાન એ કચરો મેલ દૂર કરી સ્વસ્થ બનવું.પછી તો જીવનનો રાહ રસ્તો જ સરળ બનશે કે જીવન જીવવા જેવું લાગશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM