


રિપોર્ટ -અજય ખત્રી-માંડવી કચ્છ
દેશ ની આઝાદી ને જ્યારે ૭૫ વર્ષ પુર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશ અને વિદેશો માં વસ્તા ભારતીયોમાં મહાઉતશ્વા નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દરેક ભારતીયોના સ્વાભિમાન ના પ્રતિક રાષ્ટ્રધ્વજ ને કલા સાથે જોડાયેલા કલાકારો પણ પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે ત્યારે માધાપર ની વિરાંગનાઓની
દેશભક્તિ ને ફરી એકવાર માધાપર ગામના યુ.કે ફેમ તરીકે જાણીતા થયેલા સિંગર શ્રી. વિનોદ ગોરસીયા એ કચ્છ ના કલાકારો ને લઈ ને ” જાન હે તિરંગા ” નામનું દેશ ભક્તિ બનાવ્યું છે
આ ગીત ને આજરોજ કચ્છ જિલ્લા ના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી શ્રી. વિનોદભાઈ ચાવડા ના વરદહસ્તે રાષ્ટ્ર ને સમર્પિત કરી રિલીઝ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે શ્રી. ચાવડા એ જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા મહોત્સવ સમગ્ર ભારત દેશ ઉજવી રહ્યું છે ત્યારે આ મિશન માં રાષ્ટ્રીયભાવના સાથે દરેક ક્ષેત્રે ના કલાકારો પોતપોતાની રીતે દરેક પ્રકારે યોગદાન આપી રહ્યા છે ત્યારે કચ્છ ના આ કલાકારે સરસ દેશ ભક્તિ નું ગીત રાષ્ટ્ર ને સમર્પિત કર્યું છે એ સમગ્ર કચ્છ માટે ગૌરવ ની વાત છે.
આ ગીત વિશે ગાયક શ્રી વિનોદ ગોરસીયાએ જણાવ્યું હતું, વિરાંગનઓ ની દેશ ભક્તિ સાથે એમને પણ થયું કે આ પર્વ માં આપણે પણ કંઈક કરવું જોઈએ એવા ભાવ સાથે ભારત દેશ ના દરેક લોક ની દેશ ભાવના નજર સમક્ષ રાખીને આ ગીત બનાવ્યું છે
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા, ગુજરાત ના લોકગાયિકા અને કચ્છી કોયલ શ્રી.ગીતાબેન રબારી, એન.આર.આઇ ફેસ્ટીવલ ના શ્રી. હસુભાઈ ઠક્કર, સામાજિક અગ્રણી જેમલભાઈ રબારી, પૃથ્વીભાઈ રબારી, એસ.વી ઇન્ટરનેશનલ ના શ્રી. વિનોદ પિંડોરિયા, આલ્બમ ના ડાયરેક્ટર શ્રી. હરીશ હલાઈ ઉપસ્થિત રહ્યા હતા.