ખેડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવરાજ્યકક્ષાના સંચારમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ૭૩મા વન મહોત્સવની ઉજવણી

પ્રકૃતિ સાથેના સહજીવનને ભારતીય સંસ્કૃતિની આધારશિલા ગણાવતા મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

વૃક્ષારોપણ, વૃક્ષ રથના પ્રસ્થાન તથા તિરંગા રેલી સાથે ઉજવાયો વન મહોત્સવ – ૨૦૨૨

          સામજિક વનીકરણ વિભાગ, નડીઆદ દ્વારા આયોજિત, કેન્દ્રીય સંચારમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ-૨૦૨૨ વૃક્ષારોપણ કાર્યક્રમ એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ ખેડા ખાતે યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા મામલતદાર કચેરી થી એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલ સુધી તિરંગા રેલી યોજવામાં આવી અને વુક્ષરોપણ કરી એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કૂલથી વૃક્ષ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, માતર ધારાસભ્ય સહિતના અઘિકારીઓ, પદાધિકારીઓ, અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

        કાર્યક્રમના મુખ્ય મહેમાન, રાજ્યકક્ષાના સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રકૃતિ સાથેનું સહઅસ્તિત્વ એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે. આપણી સંસ્કતિમાં છોડમાં રણછોડની અનુભૂતિ છે અને વૃક્ષ નીચે બેસીને જ બુદ્ધ અને મહાવીરે જ્ઞાન પ્રાપ્તિ કરેલું છે એમ શ્રી મંત્રીએ જણાવ્યું હતું. પેરિસ કન્વેન્શનનો ખાસ ઉલ્લેખ કરતા ભારતની બિનપરંપરાગત ઊર્જાના ક્ષેત્રે સિદ્ધિને તેમણે બિરદાવી હતી. ઉપરાંત તેઓએ વન મહોત્સવની સફળતાનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યો હતો. આ સિવાય તેમણે ૨૦૨૩નો રાજ્ય કક્ષાનો વનમહોત્સવ ખેડા જિલ્લામાં યોજવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

        વન વિભાગ સચિવ અને ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એન. શ્રીવાસ્તવે વૃક્ષોના વ્યાપ વધારા માટે જનભાગીદારીના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ખેડા જીલ્લાની વૃક્ષ ગીચતા માટે જિલ્લા વન વિભાગ અને સો મિલ સહિત અન્ય સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વન વિભાગ સચિવે જણાવ્યું હતું કે વન વિભાગ સહિતના અન્ય તમામ સરકારી વિભાગોમાં IWDMS, IFMS અને PFMS જેવી કમ્પ્યુટર સિસ્ટમ થકી સરકારી વહીવટમાં પારદર્શીતા અને જવાબદેહી આવી છે જેને ઉચ્ચ સ્તરીય વહીવટી સુધારો ગણી શકાય. જેના કારણે વન સંરક્ષણ માટે લેવાતા પગલા પણ નક્કર બન્યા છે.

        જિલ્લા કલેકટરશ્રી કે. એલ. બચાણીએ ‘પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ’ સૂત્ર આપતા વન મહોત્સવની અનિવાર્યતા સમજાવી હતી. રાજ્યમાં થીમ આધારિત વન મહોત્સવ શરૂ કરવાનો શ્રેય તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના ફક્ત ૧૧% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરશ્રીએ ચિંતા દર્શાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *