
દર વર્ષ ની જેમ આ વર્ષે માણસા આનંદી માઁ ના વડલે માઁ પાલઈ વિધ્નેશ્વરી ધામ ખાતે તા. ૩૧-૦૮-૨૦૨૨ ને બુધવારના રોજ ગણેશચતુર્થી ના દિવસ થી ગણેશોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે. જેની પુર્ણાહુતિ તા. ૦૮-૦૮-૨૦૨૨ ને ગુરુવારના રોજ થશે. આ ગણેશોત્સવ દરમિયાન તા. ૦૪-૦૮-૨૦૨૨ ને રવિવારના રોજ ગણેશયાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પણ ગણેશયાગમાં મુખ્ય યજમાનનો લાભ લેવો હોય તેઓએ રૂ. ૪૧,૦૦૦/-માં લાભ લઈ શકશે જ્યારે પાટલા યજમાન નો લાભ લેવો હોય તેઓએ રૂ. ૧૧,૦૦૦/- માં લાભ લઈ શકશે. વઘુમાં વઘુ પાંચ પાટલા યજમાન વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવશે. સહયોગી મુખ્ય યજમાન તરીકે (ભોજનદાતા) નો પણ જેઓએ લાભ લેવો હોય તેઓએ રુ. ૩૧,૦૦૦/- માં લાભ લઈ શકશે. ગણેશયાગ માં મુખ્ય યજમાન અને ભોજનદાતા બંને ને પચાસ ભોજન પાસ આપવામાં આવશે જ્યારે પાટલા યજમાન ને અગિયાર ભોજન પાસ આપવામાં આવશે. (ભોજન પ્રસાદમાં સંસ્થામાં આશ્રય લઇ રહેલા ૨૭૫ બાળકો તેમજ વડીલો અને સ્ટાફ મલીને ત્રણસો વ્યક્તિઓનો સમાવેશ કરેલ છે.) સવારના દરેક યજમાન ના પાંચ સ્વજનો માટે ફલાહાર ની વ્યવસ્થા કરવામાં આવશે. આપશ્રી આ ગણેશ યાગ નો ઘર્મલાભ લેવા ઈચ્છતા હોવ તો સત્વરે આપનું નામ નોંધાવવા વિનંતી છે.
