ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીમાં કોવિડ-૧૯ની સાવચેતી માટે શપથ ગ્રહન

કોવિડ-૧૯ જન આંદોલન અને સાવચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહન કર્યા હતા. કોરોનાના સંક્રમણથી બચવા માટે કર્મચારીઓ સંકલ્પબધ્ધ થયા હતા. હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તે માટે પ્રતિજ્ઞા લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *