રાષ્ટ્રીય મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરાઈ !

સ્પી ગૃહ વિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગરના વિસ્તરણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ચાલતી ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્ર દ્વારા તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ની કચેરીના સંકલનથી  આજરોજ ઓનલાઇન માધ્યમથી રાષ્ટ્રીય મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી. સાદર કાર્યક્રમમાં ૮૪ જેટલી ગ્રામીણ ખેડૂત મહિલાઓ, સી.ડી.પી.ઓ, સુપર વાઇઝર બહેનો , આંગણવાડી કાર્યકરો , ગ્રામીણ કિશોરીઓ જોડાયેલ. આમંત્રિત મહેમાનો અને સહભાગીઓનો પરિચય અને સ્વાગત ડો.સિમ્પલ જૈન (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા કરવામાં આવ્યું , વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી નું સ્વાગત ડો.એસ.અહલાવત (ઈ/ચા.આચાર્ય ) દ્વારા કરવામાં આવ્યું  , ઉદ્દઘાટન સંબોધન અને કૃષિમાં મહિલાઓની ભૂમિકા , સરકારની યોજનાઓ અને મહત્વ વિષે ડો.વી.ટી.પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સ.દા.કૃષિ યુનીવર્સીટી,સરદાર કૃષિનગર) દ્વારા વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવી. મહિલા સશક્તિકરણ  નો અર્થ , સિદ્ધાંતો , સમાજના વિકાસમાં મહિલા સશક્તિકરણ નું યોગદાન, મહિલા સશક્તિકરણ માટે સરકારી યોજનાઓ ની વિસ્તૃત માહિતી ડો.એસ.અહલાવત (ઈ/ચા.આચાર્ય) દ્વારા પુરી પાડવામાં આવી તેમજ મહિલાઓમાં કુપોષણ અને નિવારણ વિષય પર ડો.સિમ્પલ જૈન (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા સમજાવવામાં આવેલ અને ખેડૂત મહિલાઓના શ્રમમાં ઘટાડો કરતા સાધનો,યંત્રો પર ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવેલ. અંતમાં સચિન બારોટ જુનિયર રીસર્ચ આસિસ્ટન્ટ દ્વારા આભાર વ્યક્ત કરીકાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM