ડીસાની બનાસ નદીમાં નવા નીર આવતાની સાથે જ વધામણાં કરાયાં

  • ધારાસભ્ય સહિત આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં
  • ડીસાની નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ખેડૂતો ને ફાયદો થશે: શશીકાંત પંડ્યા

આનંદ ઠકકર ડીસા

દાંતીવાડા જળાશયમાં થી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી ગુરૂવારે વહેલી સવારે ડીસા બનાસ નદીમાં નવા નીર આવી પહોંચતા ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં ઢોલ સાથે નવા નીર ના વધામણાં કરવામાં આવ્યાં હતાં. રાજસ્થાન ના ઉપરવાસમાં ભારે વરસાદથી બુધવારે બપોર બાદ દાંતીવાડા જળાશય એ 600 ફુટની સપાટી વટાવી દેતા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં ડીસાની બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આથી ગુરૂવારે વહેલી સવારે પાણી ડીસા ઓવરબ્રિજ થી આગળ પસાર થતાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, શહેર ભાજપ મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રામુજી ઠાકોર, ઠાકોર સમાજના આગેવાન અને તાલુકા પંચાયત ભરતજી ધુખ, આખોલ સરપંચ, રમેશભાઈ દેસાઈ (ઝેરડા) સહિત આગેવાનો, ગ્રામજનો અને નગરજનો ની ઉપસ્થિતિમાં નવા નીર ના વધામણાં કરવામાં આવ્યાં હતાં. આ અંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ જણાવ્યું હતું કે, ડીસા અને બનાસકાંઠા ના ખેડૂતો પાંચ વર્ષ થી નદીની રાહ જોઈને બેઠા હતાં. જે કુદરતે અરજી સાભળતા નદીમાં નવા નીર આવ્યાં છે અને ડીસા પંથકમાં ખેડૂતો ને નદીથી ફાયદો થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *