સેવા એ જ સંગઠન

ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ વિતરણ કેમ્પ

આજરોજ ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ભાજપ કાર્યાલયે આયુષ્યમાન કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો હતો.

ઉપરોક્ત કેમ્પ માં પોરબંદરના માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ ની શરૂઆત કરતા માનનીય ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરિયા એ પોતાના વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવાકાર્યો ની માહિતી આપી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટના પથદર્શક શ્રી કિરીટભાઈ મોઢવાડીયા એ પણ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતા સેવાકાર્યો ની માહિતી આપી તેમજ જિલ્લા ભાજપ કાર્યાલયે થતા સેવાકાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્યાલયે થતા સેવાકાર્યોની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી લોકો ને સરળતાથી લાભ મેળવી શકે.

આયુષ્યમાન કાર્ડ વિતરણ માનનીય શ્રી બાબુભાઇ બોખીરિયા, શ્રી કિરીટભાઈ મોઢવાડીયા, ખીમભાઈ ઓડેદરા, વિશાલભાઈ ચાવડા પિન્ટુભાઈ ભદ્રેચા, પીનાંક વારા,લીલાભાઈ પરમાર,સાગરભાઈ મોઢા,દ્વારા કરવામાં આવેલા હતા.

કેમ્પ ને સફળ બનાવવા રાજભાઈ જોશી તેમજ સીએચસી સેન્ટર પ્રમુખ ખીમભાઈ ઓડેદરા એ જહેમત ઉઠાવેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *