
ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને ઝીકા જેવા અરબો વાયરસથી ફેલાતા રોગના નિયંત્રણ બાબતે ભારત સરકારના અધિકારી અને જુદા જુદા રાજ્યના અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી



ભારત સરકારના વાહકજન્ય રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા WHOના સહયોગથી ૧૩ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશના વિસ્તારોમાં ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને ઝીકા જેવા અરબો વાયરસથી ફેલાતા રોગના નિયંત્રણ માટેની કાર્યયોજના તૈયાર કરવા અને તેના અમલીકરણ માટે તા. ૨૫ થી ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ દરમ્યાન હોટલ હયાત, ઉસ્માનપુરા, અમદાવાદ ખાતે ત્રીદિવસીય રીજીયોનલ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં ભારત સરકારના ડૉ.અતુલ ગોયેલ, ડાયરેક્ટર જનરલ હેલ્થ સર્વિસીસ, ડૉ.સુજીત સીંઘ નિયામકશ્રી, NCDC, ડૉ. તનુ જૈન, નિયામક, NCVBDC, ડૉ.કલ્પના બરૂઆ, અધિક નિયામક, NCVBDC, WHOના પ્રતિનિધિ ડૉ. રીતુ સીંઘ ચૌહાણ અને ડેપ્યુટી મ્યુ. હેલ્થ કમિશ્નર, અમદાવાદ મહાનગરપાલીકા, જીલ્લા મેલેરીયા અધિકારી અમદાવાદ નરેન્દ્રસિંહ રાઠોડ સહિત જુદા જુદા રાજ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



નવીનત્તમ અભિગમ તરીકે બેઠકની શરૂઆત આંગણવાડી કાર્યકર દ્વારા દિપ પ્રાગટ્ય અને તેઓ મારફત ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત ફ્રુટની ટોપલી આપીને કરવામાં આવ્યું હતું. જે સ્વાગત બાદ આંગણવાડીના બાળકોને પુરા પાડવા માટે ન્યુટ્રીશન યુક્ત ફ્રુટની ટોપલી આંગણવાડી કાર્યકરને પરત આપવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં ટેકનીકલ શેસન દરમ્યાન ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને ઝીકા જેવા અરબો વાયરસથી ફેલાતા રોગના નિયંત્રણ બાબતે ભારત સરકારના અધિકારી અને જુદા જુદા રાજ્યના અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જોઈન્ટ ડાયરેક્ટ આર બી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતની ડેન્ગ્યુ ચીકુનગુનિયાની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા
