મહુવા તાલુકાના ડુંગરી ગામે અંધ શ્રધ્ધા માંથી લોકો ને બહાર લાવવવા ન્યાયાધીશ અને વકીલો દ્વારા જય વિજ્ઞાન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો….

રીપોર્ટ, મયુર પટેલ

અસત્યો માંહેથી સત્ય તરફ અને અંધારામાંથી પરમ તેજ તરફ લઈ જવા માટે વૈ જ્ઞાનિક અભિગમ કેળવી જય વિજ્ઞાન જય અનુ સંધાન નારા સાથે આજે જીલ્લા ની અદાલતો ના ન્યાયાધિશ શ્રી ઓ અને જીલ્લા ભર ના વકીલો એ મહુવા તાલુકાના ડુંગરી ગામ ના ગ્રામજનો માંથી અંધ શ્રધ્ધા દૂર કરે અને સત્ય સમજાય તેવા કાર્ય ક્રમ આપ્યા અને સમાજ માટે એક અનોખું યોગદાન આપ્યું જેની લોકો માં સરાહના થઈ રહી છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત તેમજ તાલુકા સેવા સમિતિ મહુવા દ્વારા તેમજ વકીલ બાર મંડળ મહુવા દ્વારા આજરોજ મહુવા તાલુકાના ડુંગરી ગામે અસત્ય માંથી સત્ય તરફ લઈ જતા એક એક કાનૂની શિબિરનું પ્રભુ પ્રેમી હાઈ્સકુલ માં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયા ધિશ શ્રી બી. જી. ગોલાણી બારડોલી, એડિશનલ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી મતી જે. એમ. ગજ્જર, બારડોલી તેમજ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી એચ. કે સનીયાર ની ઉપસ્થિતિમાં અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વિદ્વાન વકીલ. શ્રી પિયુષભાઈ દ્વારા જાદુના પ્રયોગો દ્વારા અસત્ય માંથી સત્ય તરફ લઈ જવાનો એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડુંગરી ગામ તેમજ આજુબાજુના ગામના આશરે 1500થી વધારે લોકોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. અને લોકો માં દરેક કાર્યક્રમ માં થી નવુજ શીખવા મળ્યું હતું જાણવા મળ્યું હતું તેમજ તેઓમાં રહેલી જૂની માન્યતાઓ દૂર થઈ હતી સમાજ માં ન્યાય કરનારા ન્યાયાધિશ શ્રી ઓ અને ન્યાય મેળવવા મહેનત કરનારા વકીલ શ્રી ઓ આજે ડુંગરી ગામે ગ્રામજનો માટે પ્રેરણા રૂપ બન્યા હતા . બાળકો , યુવાઓ , મહિલા ઓ , પુરુષો , વડીલ વૃદ્ધ સૌ કોઈ એ આ જનજાગૃતિ ના કાર્યક્રમ ને ભરપૂર માણ્યો હતો.મહુવા તાલુકા કાનૂની સેવા સમિતિ , મહુવા વકીલ શ્રી મંડળ નું આયોજન અને ગ્રામ જનો દ્વારા સહકાર અપાયો હતો ….

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM