સાઠંબા પોલીસન ઉંઘતી રહી અને ગોતાપુર ગામેથી વિદેશી દારૂ પકડતી એલસીબી પોલીસ….

અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં એલસીબી પોલીસ અરવલ્લીએ ત્રાટકી સાઠંબા પોલીસના નાક નીચેથી ગોતાપુર ગામે દરોડામાં વિદેશી દારૂ અને બિયરનાં, ૧૦૯ ટીન /ક્વાર્ટરીયા ઝડપી પાડ્યાં છે. અરવલ્લી એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર આર કે પરમાર અને તેમની ટીમના માણસો અનિલકુમાર અંબાલાલ, ઈમરાનખાન નજામીયાં, સંજયકુમાર મનોજભાઈ અને પ્રમોદચંદ્ર સુખદેવપ્રસાદ વિગેરે સાથે આજરોજ સાઠંબા પોલીસ મથકના વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ગોતાપુર ગામે કાળાભાઈ ફુલાભાઈ પગી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરે છે. જેથી પોલીસે ગોતાપુર ગામે કાળાભાઈ ફુલાભાઈ પગીની બાતમીવાળી જગ્યા ખેતરની ઓરડીએ છાપો મારતાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટરીયા તથા બિયરના ટીન મળી કુલ નંગ. ૧૦૯. કિંમત રૂપિયા ૧૧,૮૫૦ /-નો મુદ્દામાલ ઝડપી સાઠંબા પોલીસ મથકના થર્ડ ગુના રજી. નં.. ૧૧૧૮૮૦૧૧૨૦૦૩૦૮/૨૦૨૦. ગુજરાત પ્રોહી એક્ટ ૬૫ એ (ઈ), ૧૧૬ બી. મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *