અબડાસા વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવે , વલમજીભાઈ હુંબલ , લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેશલજીભાઈ તુંવર સહિતના આગેવાનો સાથે લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ યોજાયો હતો . પ્રવાસ દરમ્યાન સૌ પ્રથમ ખારઈ ગામે પ્રવાસની શરૂઆત કરી ત્યાર બાદ ખરોડા , હરૂડી , બરંદા , જાડવા , નરેડો , બુધા , મુડીયા , નરેડી , કાંટીયા , બાલાપર , વર્માનગર સહિતના ગામોમાં પ્રવાસ કરવામાં આવ્યો હતો . આજ રોજ ઠેર ઠેર ભારતીય જનતા પક્ષના ઉમેદવારની ભારે લોક સમર્થન પ્રાપ્ત થયું હતું . તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ ભાજપના ઉમેદવારને ઉત્સાહભેર આવકાર્યા હતા અને ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી . ઉપસ્થિત તમામ આગેવાનોએ સ્થાનિક ગ્રામજનો સાથે કેન્દ્ર અને રાજય સરકારોએ સંપન્ન કરેલા અનેકાનેક વિકાસકાર્યો બાબતે છણાવટભરી ચર્ચા કરી હતી . મા કાર્ડ , આયુષ્યમાન ભારત યોજના , ઉજજવલા યોજના , પ્રધાનમંત્રી આવાસ યોજના , પાક ફસલ વિમા યોજના સહિતની સરકારની અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા . અબડાસા વિધાનસભા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે , ઓકટોબર ૨૦૦૧ થી ગુજરાતની શાસનધુરા સંભાળ્યા બાદ આજદિન પયંત શ્રી નરેન્દ્રભાઈ મોદી દૈનિક ૧૮ કલાકથી વધારે સમય આ રાષ્ટ્રની ઉન્નતિ અને ઉત્થાન માટે ફાળવી રહયા છે ત્યારે આવા વિકાસ પુરૂષ સમા રાજનેતાએ કંડારેલી કેડી પર આગળ વધવાના શુભ ઉદેશ્ય સાથે હું ભારતીય જનતા પક્ષમાં જોડાયો છું . મેં અબડાસાની રજૂઆતો માટે કોઈ કસર બાકી રાખી નથી . ત્યારે અબડાસાની જનતા આ સુવર્ણ તક નહીં ચુકે એવો પુરો વિશ્વાસ વ્યકત કરું છું . જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે , ચૂંટણીને આડે હવે જુજ દિવસો બાકી રહયા છે ત્યારે સમગ્ર સંગઠન એક જૂટ થઈને પુરી નિષ્ઠા અને પુરી શકિતથી ગંભીરતાપૂર્વક ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોતરાઈને પ્રદ્યુમનસિંહને પ્રચંડ સરસાઈથી વિજયી બનાવવામાં કોઈ કચાશ નહીં છોડે . અબડાસાની બેઠક અંકે કરીને રાજયમાં સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના હાથ મજબૂત કરવામાં આપણે સૌ સહિયારા પ્રયાસો વડે સહભાગી બનીએ એવી તેમણે અપીલ પણ કરી હતી . જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહ જાડેજા જયારે કોંગ્રેસમાંથી ચુંટાયા હતા ત્યારે પણ તેમના સમગ્ર કાર્યકાળ દરમ્યાન પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને અબડાસાના હિત અને વિકાસની સતત ચિંતા સેવી હતી . સ્થાનિક શિક્ષણનો પ્રશ્ન હોય કે રોડ – રસ્તા કે આરોગ્ય જેવી માળખાકીય સગવડો બાબતે રજૂઆત હોય પ્રદ્યુમનસિંહે હંમેશા રાજકારણને પર રાખીને અબડાસાની ઉન્નતીને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે . પાછલા કેટલાક વરસોના કારમાં દુષ્કાળ વખતે પ્રદ્યુમનસિંહે પોતાની આગવી કોઠાસૂઝથી સરકારમાં વિવિધ સ્તરે રજૂઆત કરીને દુષ્કાળ જેવી આપતી સામે હિંમતભેર સામનો કર્યો હતો . ઉપરોકત પ્રવાસ દરમ્યાન લખપત તાલુકા ભાજપના હોદેદારો , જિલ્લા પંચાયત સદસ્યો , તાલુકા પંચાયત સદસ્યો , સેલ / મોરચાના આગેવાનો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .

સબકા સાથ , સબકા વિકાસ

