
રિપોર્ટ, મયુર પટેલ
શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળામાં વર્ષ 2017 થી એન.સી.સી નેવી યુનિટ કાર્યરત છે વાર્ષિક ટ્રેનિંગના ભાગરૂપે કેડેટસ ને ફરજિયાત એક કેમ્પમાં તાલીમ મેળવવાની હોય છે 9 ગુજરાત નેવલ યુનિટ નવસારી આયોજિત એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ રાજપીપળા જીત નગર ખાતે યોજાયો હતો આ કેમ્પમાં રાનકુવા શાળાના 39 એન.સી.સી નેવી ક્રેડિટ ભાગ લીધો હતો કેમ્પ દરમિયાન ફાયરિંગ, ડ્રિલ, બોટ પુલિંગ સશસ્ત્ર દળોમાં જવાની તાલીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ ,ટ્રાફિક નિયમન, રેડ ક્રોસ રાજપીપળા દ્વારા બ્લડ ડોનેશન અને ઇન્ડિયન નેવી ને લગતા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. વિવિધ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ એનસીસી કેડેટસ ને નેતૃત્વની તાલીમ મળી હતી. શાળાના કેડેટ કેયુર પટેલને શ્રેષ્ઠ લીડર તરીકે નવાજવામાં આવ્યો હતો જુનિયર વિંગના શાળાના કેડેટ્સ દ્વારા કેમ્પ દરમિયાન શારીરિક અને માનસિક વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાના આચાર્ય શ્રી સંજયસિંહ પરમારે નેવી કેડીટ અને થર્ડ ઓફિસર પરેશ દેસાઈને અભિનંદન આપ્યા હતા. નવ ગુજરાત નેવલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર અમિત નૈનના નેતૃત્વમાં યોજાયેલ સીએટીસી 6 કેમ્પ પૂર્ણ થયો હતો.
