
આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે ઈપીએફઓએ સેવાનિવૃત થનાર મહત્તમ કર્મચારીઓને સેવાનિવૃત્તિના દિવસે જ પેન્શન જારી કરવાનો લક્ષ્યાંક
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ
ઈ.પી.એફ.વિભાગ, ભરૂચ કાર્યાલયે ઈપીએસ કર્મચારીઓને સેવાનિવૃતિના દિવસે જ પેન્શન આપવાની પહેલને ચાલુ રાખી છે. એ જ ક્રમમાં 13 ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટની વચ્ચે ૫૮ વર્ષ ની ઉંમર પૂર્ણ કરવા વાળા કુલ ૨૧ કર્મચારીઓને એમના પેન્શન ચુકવણી ઓર્ડર સેવાનિવૃતિના દિવસે જ આપવામાં આવ્યા હતા. વિભાગે ૧ થી ૧૦ ઓગસ્ટની વચ્ચે ૫૮ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કુલ ૨૪ કર્મચારીઓને તેમના પેનાન ચૂકવણી ઓર્ડર ૧૨ ઓગસ્ટના રોજ આપવામાં આવ્યા હતા. આમ બોગસ્ટ મહિનામાં કુલ ૪૫ કર્મચારીઓ ને સેવાનિવૃતિના દિવસે પેન્શન ચુકવણી ઓર્ડર મળી ગયા છે.
ક્ષેત્રીય કાર્યાલય, ભરૂચના ક્ષેત્રીય કમિશ્નર શ્રી ધનવંત સિંહે જાણકારી આપતા જણાવ્યું કે, આઝાદી નો અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે ઈપીએફઓએ સેવાનિવૃત થનાર મહત્તમ કર્મચારીઓને સેવાનિવૃત્તિના દિવસે જ પેન્શન જારી કરવાનો લક્ષ્યાંક સિધ્ધ કરેલ છે, આ નવી પહેલની શરૂઆત ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં પાયાપલટ આધાર પર કરેલ છે. આ પ્રોજેક્ટ સફળ થવા પર સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. જેથી પેન્શનરને શ્રેષ્ઠ સેવા મળવા પાત્ર થશે.
ક્ષેત્રીય કમિશ્નરશ્રી ધનવંત સિંહ વધુમાં જણાવ્યું કે, આ પ્રયાસ કાર્યક્રમ દર મહીને ચાલુ રાખવામાં આવશે અને આ હેતુ સંસ્થાઓને હાકલ કરવામાં આવેલ છે કે, તેમના સેવાનિવૃત થનાર સભ્યોના સૈનાન દાવાઓને અગ્રતાના ધોરણે કાર્યાલયમાં જમા કરાવે જેથી, તમામને સેવાનિવૃત્તિના દિવસે જ પેનાન લાભ મળી શકે. કાર્યક્રમ દરમ્યાન પીએફ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત નિયોક્તા તેમજ પેન્શનરના પેન્શનને લગતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. તમામ નિયોક્તા તેમજ પેન્શનરો એ પી એક વિભાગ ની પહેલ ની પ્રશંશા કરતા સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું. ભરૂચ ક્ષેત્રીય ભવિષ્યનિધિ કમિશ્નરની એક અખબારીયાદીમાં ઉપરોક્ત પ્રમાણે જણાવાયું હતું.
