કેન્દ્ર સરકાર ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે.

ભરૂચના જંબુસરમાં ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક કાર્યરત થશે, કેન્દ્ર આપશે 1000 કરોડની સહાય: આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય શ્રી ઋષિકેષ પટેલ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ

રૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે થકી ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે 1000 કરોડની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉધોગ અને મેડિકલ ઉધોગને ખૂબ જ ફાયદો થશે ગુજરાતના કાર્મા ઉધોગ નું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉધોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલું છે. મેડિકલ ડિવાઇસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ભારત સરકારના કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ < ફાર્માસ્યુટીકલ દ્વારા મેડિકલ ડિવાઇસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *