ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ અંકલેશ્વર-હાંસોટ અને જંબુસર વિધાનસભાની બેઠક યોજી ચુંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ

અંકલેશ્વર શહેર ખાતે આજરોજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભામા આવતા ચાર મંડલના શક્તિ કેન્દ્ર સંયોજક, શક્તિ કેન્દ્ર પ્રભારી,મંડલ પ્રમુખ, મહામંત્રી,મંડલ મોરચાના પ્રમુખ, મહામંત્રી, પ્રદેશ અને જીલ્લા પદાધિકારીઓની બેઠક યોજાઈ. જેમા ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ આવનારી 2022ની વિધાનસભાની ચુંટણી અંગે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરીયાજી, જીલ્લા મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ,વિનોદભાઈ પટેલ, વિધાનસભાના પ્રભારી શ્રી કાંતિભાઈ ભંડેરી, જીલ્લા ઉપપ્રમુખ શ્રી દિવ્યેશભાઈ, શ્રીમતિ ફાલ્ગુનીબેન, શ્રી અશોક ઝા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલ,અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નિતેન્દ્ દેવધરા, નોટીફાઇડ પ્રમુખ શ્રી જશુભાઇ ચૌધરી તેમજ અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગેમલસિહ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *