SOU-એકતાનગર ખાતે IHCL ગૃપ (ટાટા ગૃપ) દ્વારા નિર્માણ પામનાર નવીન બે હોટલોનું કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ.જયશંકરના હસ્તે થયેલું ખાતમુહુર્ત : મંત્રીશ્રીએ ખાતમુહુર્ત તકતીનું કર્યું અનાવરણ

વિવાન્તા (VIVANTA) અને જીંજર (GINGER) હોટલના નિર્માણથી એકતાનગરની પ્રગતિ અને પરિવર્તનની ગતિ પકડાશે

શૈશવ રાવ

કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર (કેવડીયા) ખાતે દેશના IHCL ગૃપ (ટાટા ગૃપ) તરફથી શરૂ કરાનારી નવી બે હોટલ વિવાન્તા (VIVANTA) અને જીંજર (GINGER) ના ખાતમુહુર્તની તકતીનું અનાવરણ કર્યું હતું. આ ખાતમુહુર્ત વિધિમાં ટાટા સન્સના ચેરમેનશ્રી એન.ચંદ્રશેખરન અને મેનેજીંગ ડિરેક્ટર અને CEO શ્રી પુનિત ચટવાલ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, નર્મદા સુગર અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ધનશ્યાભાઇ પટેલ વગેરે પણ તેમાં જોડાયાં હતાં.

                  કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી અને વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં એકતાનગર (કેવડીયા) ખાતેના પ્રવાસીઓનું મહત્વ સમજીને IHCL ગૃપે અહીં બે નવી હોટલ નિર્માણના કરેલા નિર્ણયથી આ દિશામાં ખૂટતી કડીનો મહત્વનો ગેપ પૂર્યો છે, ત્યારે અહીંથી સમગ્ર વિશ્વમાં એકતાનો સંદેશો પહોંચશે અને આગામી સમયમાં એકતાનગર (કેવડીયા) મેજર ટુરીસ્ટ ડેસ્ટીનેશન બની રહેશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

                      પ્રારંભમાં ટાટા સન્સના ચેરમેનશ્રી એન.ચંદ્રશેખરને સૌને આવકારી જણાવ્યું હતું કે, ભવિષ્યમાં SOU-એકતાનગર (કેવડીયા) મહત્વનું ચાવીરૂપ ટુરીસ્ટ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવશે અને ડોમેસ્ટીક તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહત્વનું પ્રવાસી કેન્દ્ર બની રહેશે. આગામી દિવસોમાં આ વિસ્તાર વિકાસની નવી ઉંચાઇઓ સર કરશે તેવો આશાવાદ વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ નેશનલ ઇનીશીએટીવ હોય, ત્યારે મજબૂત રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં  ટાટા ગૃપ સહયોગી બન્યું છે. આ બંને હોટલ નિર્માણના પ્રોજેક્ટસમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલા સહયોગ બદલ તેમણે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.

                       કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.એસ. જયશંકરે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, એકતા નગર ખાતે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે. આપ સૌ જાણો છો તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે એકતાનગર ખાતે પ્રવાસનને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓમાં ત્રીસ હજારથી વધુ પ્રવાસીઓ  આવી રહ્યાં છે, પરંતુ જે એક ઘટ છે તે પ્રવાસીઓને રોકાવા માટેની સારી હોટલોની છે. હાલમાં પ્રવાસીઓને ઉત્તમ સગવડ પૂરી પાડતી એક હોટેલ અને ટેન્ટસીટી તો છે જ પરંતુ આવી સુવિધાયુક્ત વધુ હોટલો હોવી જરૂરી છે. તાજ ગ્રુપ તો જાણીતું ગ્રુપ છે અને દેશમાં અલગ કિર્તીમાન પણ સ્થાપિત કર્યા છે. આ ગ્રુપની હોટેલ જો એકતાનગર ખાતે બને તો અહીંની પ્રગતિ અને પરિવર્તનની ગતિ પકડાશે. સરકારનો પણ એવો પ્રયાસ હતો કે, તાજ ગ્રુપ અહીં હોટલ સ્થાપિત કરવા માટેનો નિર્ણય કરે. અમને એ બાબતની ખુબ ખુશી છે કે  ગ્રુપના ચેરમેન પોતે જ અહીં ઉપસ્થિત થયા છે. પ્રધાનમંત્રીશ્રી ખૂદ ઈચ્છે છે કે આ હોટલનું ખૂબ ઝડપથી નિર્માણ થાય. આપણે આશા રાખીએ કે આ હોટેલ ખૂબ ઝડપથી નિર્માણ પામે જેથી પ્રવાસનની ગતિને વેગ મળશે. 
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM