શીખવાડે એ શિક્ષક, પરંતુ શિક્ષકને પણ શીખવાડી તાલીમબદ્ધ કરે એવી મુન્દ્રાની બી. એડ. કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

શિક્ષકોને આદર અને સન્માન આપવા માટે પાંચમી સપ્ટેમ્બરના રોજ ભારતના વિદ્વાન શિક્ષક અને રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉજવે છે ત્યારે મુન્દ્રાની એસ. ડી. શેઠીયા બી. એડ. કોલેજમાં પણ શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
દેશી ભાષામાં કહીએ તો શીખવાડે એ શિક્ષક, પરંતુ શિક્ષકને પણ શીખવાડી તાલીમબદ્ધ કરે એવી મુન્દ્રાની બી. એડ. કોલેજમાં શિક્ષકદિનની ઉજવણી દરમ્યાન વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ગુણો વિકસે તેવા હેતુ સાથે આજના દિવસે કોલેજનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસના આચાર્ય ગોપાલ મેઘરાજ ટાપરીયાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કોલેજના સહાધ્યાયીઓને શીખવીને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી એક શ્રેષ્ઠ શિક્ષક બનવા તરફની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ ફફલના માર્ગદર્શન હેઠળ કોલેજના તમામ પ્રાધ્યાપકોના સહકારથી સફળ બનાવવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *