
રિપોર્ટ… ડેવિડ પટેલ.
પરસોત્તમભાઈ એલ. પટેલની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્ત્રીઓ માટે ગર્ભાશય અને સ્તન કેન્સરની તપાસ માટેનો ફ્રી નિદાન કેમ્પ આજરોજ રાખવામાં આવ્યો હતો. જેમાં 400 થી પણ વધુ સ્ત્રીઓએ ભાગ લીધો જો સમયસર તપાસ અને નિદાન થાય તો કેન્સર જેવા અસહ્ય રોગ ને મટાડી શકાય અથવા તેનું નિદાન કરી શકાય.મહિલાઓને વધુ પ્રમાણમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર થતું હોય છે જે સમાજ માટે ચિંતાજનક બાબત કહી શકાય અને તેને નિવારવા માટેનો એક ઉમદા હેતુથી સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું.

જેમાં ડોક્ટરની ટીમ દ્વારા મેમોગ્રાફી થી નિદાન કરીને મહિલાઓ ને રિપોર્ટો આપ્યા. અન્ય હોસ્પિટલમાં આ નિદાન કાર્ય 2000 થી 3000 રૂપિયા સુધીમાં થતું હોય છે. જે આજે નિશુલ્ક રીતે કરીને આપવામાં આવ્યું .આ સંસ્થા અનેક સેવાકીય કાર્યો કોરોના પછીથી કરી રહી છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાન્તિભાઈ નું કહેવું છે કે જે વર્ગ – ગરીબ છે તે લોકો સુધી પહોંચવું છે અને સેવાઓ કરવી છે.આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના સાંસદ શ્રી જુગલજી ઠાકોર તેમજ ખોડીયાર ગ્રુપ ના કાન્તિભાઈ પટેલ,ચિરાગભાઈ,જશુભાઈ,પ્રહલાદભાઈ,ડૉ. શંકરભાઇ,ખોડિયાર ગ્રુપના સુરેશભાઈ, ડાહ્યાભાઈ,કીર્તિભાઈ રાજુભાઇ અન્ય ટીમ મેમ્બરો ઉપસ્થિત રહયા હતા.
