બી.સી.એ. કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે શિક્ષકદિન નું  આયોજન થયું

શ્રી સી.જે. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ (B.C.A.), સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,  ખાતે 5સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ આપના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન  ની યાદ માં એમના જન્મદિવસ ના દિવસે ઉજવવા માં આવે છે. શિક્ષકદિન માં કોલેજ ના  ટોટલ  48 વિધ્યાર્થીઑએ ઉત્સાહ પૂર્વક  ભાગ લીધો હતો. આજના દિવસે “ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન” ઉપર એક ક્વિઝ નું પણ આયોજન કરવામાં આવ્યું.  વિધ્યાર્થીઑ એ આચાર્ય, સૂપરવાઇજર, શિક્ષક અને પટાવાળા ની તમામ  ભૂમિકા ભજવી હતી. જેમાં વિધ્યાર્થીઓએ એક દિવસ માટે કેવી રીતે વિધ્યાર્થીઑ ને ભણાવવા, કેવી રીતે ક્લાસ કંટ્રોલીંગ કરવું  અને  શિક્ષક નો શું રોલ હોય છે તેની અનુભૂતિ કરી હતી. શિક્ષકદિન ના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ વિધ્યાર્થીઓને એક શિક્ષક તરીકે શું ભૂમિકા હોય છે? અને જીવનમાં શિક્ષક નું મહત્વ સમજવાનો હતો.  તેની અનુભૂતિ વિધ્યાર્થીઓએ કરી હતી. વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે B.C.A. કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. અભિજીતસિંહ જાડેજા, આ કોમ્પીટીશનના ઈવેન્ટ કોઓર્ડીનેટર    પ્રો. શાહનવાજખાન પઠાણ અને પ્રો. જિજ્ઞાસા પટેલ તથા તમામ સ્ટાફ મિત્રોનો  સહયોગ પ્રાપ્ત થયો હતો. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *