સમૂહશાદી ( શાહી લગ્નોત્સવ )

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તથા રજવી હુસેની ટ્રસ્ટ દ્વારા આમ સુન્ની મુસ્લિમ સર્વજ્ઞાતિ સમૂહ શાદી નું આયોજન કરેલ છે, જેમાં શાકોટ તેમજ બહારગામ રહેતા એવા ગરીબ પરીવાર ખાસ કરીને એવા પરિવાર કે જેઓ દીકરીઓને લગ્ન તેમજ તેના કરિયાવરને લઈને ચિંતીત હોય છ, તેવા મધ્યમ વર્ગીય પરિવાર માટે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ના ૨૭/૧૧/ ૨૦૨૨ રવિવાર ના રોજ રાજકોટ મુકામે આ ભવ્ય “શાહી સમૂશાદી” નું આયોજન કરેલ છે .આયોજનના ભાગરૂપે તમામ દીકરીઓને ઘર – વખરીને લગતો તમમ કરિયાવર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે અને સરકારશ્રી દ્વારા મળતી તમામ યોજનાના લાભ આપવામાં આવશે .વધુમાં થી ઈબ્રાહિમભાઈ સોરા જણાવે છે કે આ અગાઉ પણ અમે સમૂહ શાદીનું આયોજન કરેલ હતું જે કોરોનાકાળ ને લીધે મુલતવી રાખવું પડ્યું હતું અને સંજોગોવસાત એ આયોજન થઇ શકેલ ન હતું ,
જેથી હવે આ આયોજન આમ સુન્ની મુસ્લિમ ( સર્વ જ્ઞાતિ ) માટે કરવામાં આવ્યું છે .આ તકે શ્રી અફઝલભાઈ મહેતર(ભાઈજાન), સમૂહ શાદી વિશે વધુ જણાવે છે કે આ સમૂહ શાદીને ભવ્ય રીતે જેમ આપણે આપણા ઘરમાં આપણી જ દીકરીનો પ્રસંગ ધામધૂમથી કરતાં હોય , જેમાં કોઈ જાતની કમી ન રહી જાય તેની કાળજી શુદ્ધા રાખતા હોય છીએ , એવી જ રીતે આ સમૂહ શાદી મા પણ કોઈ જ કચાસ રહી ન જાય તે રીતે સમગ્ર આયોજન કરેલ છે . આયોજકો વધુમાં જણાવે છે કે માત્ર સમૂહ શાદી કરવાથી જ જવાબદારી પૂર્ણ નથી થતી લગ્ન બાદ પણ એક માવતર તરીકે સંપૂર્ણ ફરજ બજાવવા આયોજકો હરહંમેશ તૈયાર રહેશે .એકતા ચેરિટેબલ ટ્રસ્ટ અને રજવી ટ્રસ્ટ દ્વારા આમ સુન્ની મુસ્લિમ સર્વ શતિના ૧૨ દીકરા – દીકરીઓ માટે સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ( શિયાણીનગર મેઇન રોડ , રાજમંદિર હોલ પાસે ભવાની ચોક , કોઠારીયા રોડ , રાજકોટ ) ખાતેથી મેળવવાના રહેશે . )આ આયોજન ને સફળ બનાવવા માટે શ્રી ઇબ્રાહિમભાઈ સોરા , શ્રી અફઝલભાઈ મહેતર, અહેમદબાપુ કાદરી , ઇમ્તિયાજભાઈ જેસાણી , આમદભાઈ સાંધ , ઈશુબભાઈ સોપારી મલાભાઈ સંજરી ગ્રુપ , હુશેનભાઈ પરાસરા , અફઝલભાઈ રાઉમા , ઈકબાલભાઈ સમા , યાસીનમાઈ દોઢિયા , સરીફભાઈ સોઢા , હરિભાઈ રાઠોડ, રજાકભાઈ જુનેજા, વિરલભાઈ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે,. વધુ માહિતી માટે – ઇબ્રાહિમભાઈ સોરા( 9879460302) , અફજલભાઈ મહેતર (ભાઈજાન), ( 8690090002 ) નો સંપર્ક કરવા વિનંતી
