લક્ષ્મી વિલાસ પેલેસ ગાયકવાડના ગણપતિ પ (૮૩મું વર્ષ).

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં વર્ષોથી રાજવી પરિવાર ધ્વારા માટીના ગણેશની સ્થાપના કરવામાં આવે છે.
વડોદરા શહેરના રાજવીઓ દ્વારા વર્ષ 1939 સુધી પેલેસમાં ચંદ્રાસુર વધની થીમવાળી ગણપતિની મૂર્તીની સ્થાપના કરવામાં આવતી હતી
● 1939માં સર સયાજીરાવ ગાયકવાડે ગણપતિ બાપ્પાની મૂર્તી બદલવાનો નિર્ણય કર્યો હતો.
● વડોદરા રાજવી સર સયાજીરાવ ગાયકવાડનું નિધન થયુ હતુ. ત્યારબાદ ગાદી પર આવેલા પ્રતાપસિંહરાવ ગાયકવાડે ગણપતિ બાપ્પાની મૂર્તી બદલવા માટે એક સ્પર્ધા યોજવાનુ નક્કી કર્યુ.
● વડોદરાના તમામ આર્ટિસ્ટોને મૂર્તી બનાવવા માટે કહેવામાં આવ્યુ.
● આર્ટિસ્ટોએ તૈયાર કરેલી મૂર્તીઓને એક રૂમમાં મુકવામાં આવી હતી.
● કાશીના પંડિતોને ખાસ બોલાવવામાં આવ્યા હતા. કાશીના પંડિતોએ વડોદરાના આર્ટિસ્ટ કૃષ્ણરાવ ચ્વહાણે તૈયાર કરેલી ગણપતિની શાસ્ત્રોક્ત મૂર્તીને પસંદ કરી હતી.
● 1940થી આજ દિવસ સુધી કૃષ્ણરાવે તૈયાર કરેલી ગણેશની મૂર્તીને પેલેસમાં સ્થાપિત કરવામાં આવે છે.
● કૃષ્ણરાવના નિધન બાદ તેમના પુત્ર માનસિંહ ચોહાણ ગણપતિ બપ્પાની મૂર્તી બનાવે છે. રાજવી પરિવારના રાજગુરૂ બાપ્પાની પૂજા અને આરતી કરે છે.
● પેલેસની મૂર્તી બનાવતા મૂર્તીકાર માનસિંહ ચવ્હાણે જણાવ્યુ હતુ કે, છેલ્લા ૮૩ વર્ષથી અમારો પરિવાર રાજવી પરિવારના ગણપતિની મૂર્તી બનાવે છે તેનું મને ગર્વ છે.
● ગણપતિ બનાવવા માટેની માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *