ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોને રૂ. ૨,૬૦, ૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપતી મોડાસા ટાઉન પોલીસ.

     અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોને હજીરા ખાડા વિસ્તારમાંથી ત્રણ શખ્સો ઝડપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.   વધુ માહિતી મુજબ, જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં બાયોડિઝલ નામના પેટ્રોલ ડિઝલને મળતા આવતા જ્વલનશીલ પદાર્થના ગેરકાયદે વેપલા સામે કડક વલણ અપનાવવા સુચના આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર આ બાબતે સતર્ક થયું છે.   મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર સી. પી. વાઘેલાની સુચનાથી સર્વેલન્સ સ્કવોર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે, મોડાસા હજીરા ખાડા વિસ્તારમાં કેટલાક ઈસમો ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કોઈપણ જાતની પરવાનગી વિના મોટો આર્થિક લાભ મેળવવાના ઈરાદે એક ટાટા પિકપ ડાલા નંબર. જી. જે. ૦૯.વી.૮૫૯૬. માં રાખી તેમજ દુકાનમાં રાખી કરી રહ્યા છે. બાતમી વાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતાં બાયોડિઝલ ભરેલા બેરલ નંગ. ૬.લિટર ૧૨૦૦/-કિંમત રૂપિયા ૬૦,૦૦૦/-તથા મોબાઇલ, પિકપ ડાલું ડાલું મળી કુલ રૂ. ૨,૬૦,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧)ઈદરીશ નુરમહંમદ ખીરા રહે. તા. ખંભાળિયા જી. દેવભૂમિદ્વારકા (૨) સલાઉદ્દિન હબીબભાઈ પટેલ. રહે. મોડાસા. જી. અરવલ્લી (૩). અનીશ અનવરભાઈ સુમરા રહે. શ્રીનગર સોસાયટી, ઈડર. જી. સાબરકાંઠા. ને અનધિકૃત રીતે  વેપલો કરતા બાયોડિઝલના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *