પાવાગઢ મંદિર ટ્રસ્ટનો સૌથી મહત્વનો નિર્ણય: હવેથી માઇભક્તો પણ ધજા ચડાવી શકશે

રિપોર્ટ : ચિરાગ પોડેય પાવાગઢ મંદિર ટ્રસ્ટનો સૌથી મહત્વનો નિર્ણય: હવેથી માઇભક્તો પણ ધજા ચડાવી શકશે, જાહેર કરાયા અલગ-અલગ દક્ષિણાના દર તમને જણાવી દઇએ કે, નવરાત્રી દરમ્યાન જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તેઓએ મંદિરમાં નોંધણી કરાવીને ભેટ આપવી પડશે, જેના દર નીચે મુજબ છે…

11 ફૂટની ધજા માટે ભક્તે આપવી પડશે રૂ. 3,100ની ભેટ
21 ફૂટની ધજા માટે રૂ. 4,100ની ભેટ
31 ફૂટની ધજા માટે રૂ. 5,100ની ભેટ
41 ફૂટની ધજા માટે રૂ. 6,100ની ભેટ
51 ફૂટની ધજા માટે રૂ. 11,000ની ભેટ આપવી પડશે.

ધજા ચડાવનાર માઇભક્તને મંદિરમાં પૂજા પણ કરાવવામાં આવશે

નોંધનીય છે કે, 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતી આસો નવરાત્રીના પહેલા દિવસથી જ તેનો અમલ કરવામાં આવશે. જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો તેમજ ધૂપ આપવામાં આવશે. એ સિવાય મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાને શિખર ઉપર ચડાવવામાં આવશે.

યજમાને ચડાવેલી ધજાને ઘરે લઈ જવાની પણ વ્યવસ્થા કરી અપાશે

મંદિરના ટ્રસ્ટીઓએ નક્કી કરેલા ભાવ મુજબ નવ દિવસ સુધી દરરોજની પાંચ ધજા ચડાવવામાં આવશે અને એક ધજા મંદિરના પ્રમુખના નિર્ણય ઉપર વધારાની ચડાવવામાં આવશે. જો યજમાને ચડાવેલી ધજાને તેઓ ઘરે લઈ જવા માંગતા હોય તો મંદિર ટ્રસ્ટને કુરિઅર કરી મોકલી આપશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે જે યજમાન ભક્તો ધજા પરત ન લઈ જાય તે ધજાને ગામડાઓના નાના મંદિરો ઉપર ચડાવવા માંગતા મંડળો કે ભક્તોને ધજાની લંબાઈ મુજબ યોગ્ય દક્ષિણા લઈ આપવામાં આવશે. આ ધજા લાલ કલરની તેમજ શ્રી કાલિકા માતાજીના લખાણવાળી રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *