

રિપોર્ટ : ચિરાગ પાંડેય
વડોદરા મેયર એક્શન મોડમાં: વડોદરા તાંદલજા સહકાર નગરસ્થિત દરગાહ નું દબાણ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી.આવાસ યોજના ની જગ્યા ઉપર આ દરગાહ પાક્કા બાંધકામ સાથે બાંધી હોવાનું સામે આવ્યું. આ જગ્યા પર આવતીકાલ થી આવાસ યોજના ની કામગીરી શરૂ થવાની છે તેવું સૂત્રો દ્વારા જાણવા મંડયુ છે.ત્યારે હવે તાંદલજા ના બેઝીલ સ્કૂલ પાસે આવેલા સહકાર નગરમાં આવાસના મકાનો બનાવવાની જગ્યા પર ની ઉભી કરાયેલી દમ મદાર, બેડા પાર ઘાર્મિક દબાણ ની હટાવવાની કામગીરી કરવામા આવી. સ્થળ ઉપર મેયર સહીત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત દબાણ શાખાના અધિકારીઓ દરગાહ ખસેડવાની કામગીરી કરી.