૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ યોજાશે

“Celebrating Unity through Sports” થીમ હેઠળ કાર્યક્રમ યોજાશે
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
૩૬ મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત ‘celebrating unity through sports’ થીમ હેઠળ તા. તા.૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી વિવિધ કાર્યક્રમો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવશે. આ સંદર્ભે શાળા/ કોલેજ કક્ષાએ થનાર કાર્યક્રમો અને ૩૬ મી નેશનલ ગેમ્સના આયોજન બાબતે અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના દ્વારા આજરોજ સભાખંડ, કલેકટર કચેરી, મોડાસા ખાતે પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું
આ અંગે માહિતી આપતાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતો માટે જાગૃત્તિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તા.૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ખેલ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ‘celebrating unity through sports’ ની થીમ હેઠળ વિવિધ રમત-ગમત કાર્યક્રમોનું આયોજન જિલ્લાની શાળા/ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યમાં વરસાદના પગલે અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમમો હવેથી તા.૧૫ મી સપ્ટેમ્બરથી યોજાશે.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ૭ વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતે માત્ર ત્રણ મહિના જેટલાં ટૂંકા ગાળામાં આ નેશનલ ગેમ્સનું આયોજન કરવાનું પડકાર ઉપાડ્યો છે. જે ગુજરાત સ્પોર્ટ્સની રમતો પ્રત્યેની સજ્જતા દર્શાવે છે. જિલ્લા કક્ષાનો એક કાર્યક્રમ તેમજ પ્રાંત અને તાલુકા કક્ષાએ અન્ય કાર્યક્રમો પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને રમતવીરો સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં પૂર્વ સરપંચોના સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત ગમતની પ્રવૃત્તિઓ તેમજ નેશનલ ગેમ્સ એન્થમ,મેસ્કોટ/લોગોનું નિદર્શન કરવામાં આવશે. ‘ફીટ ઇન્ડિયા’ના શપથ પણ આ પ્રસંગે લેવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ શ્રેષ્ઠ શાળાઓ તેમજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૩૬ મો ખેલ મહોત્સવ ગુજરાત રાજ્યના જુદાં-જુદાં ૬ જિલ્લાઓ (અમદાવાદ , સુરત , રાજકોટ, વડોદરા, ગાંધીનગર ભાવનગર)માં યોજાનાર છે.