
શ્રી મોદી સાહેબના સેવા અને સંકલ્પના ધ્યેયને સિદ્ધ કરવા “સ્વસ્થ ભારત”ની દિશામા વધુ એક પહેલ દ્વારા જન જન ના આરોગ્યનો ભવ્ય પ્રકલ્પ યોજતા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ
રાજયભરના નામાંકીત અને સ્પેશ્યાલીસ્ટ — સુપરસ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન-સારવાર અને દવાની મળશે સુવિધા
રોગ નિદાન-સારવાર નો લાભ લઇ તંદુરસ્તી મેળવવા અને મેગા બ્લડ ડોનેશન કેમ્પમા ભાગ લઇ સેવા યજ્ઞને દીપાવવા સંસદસભ્ય પૂનમબેનનો અનુરોધ


જામનગર ( ભરત ભોગાયતા)
ભારતના વડાપ્રધાન અને વૈશ્ર્વીક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રક્તદાન શિબિરનુ ૧૨-જામનગરના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા બહોળા જનસમુદાય માટે સુદ્રઢ અને અનન્ય આયોજન કરવામાં આવ્યુ છે
આદરણીય શ્રી મોદી સાહેબના સેવા અને સંકલ્પના ધ્યેયને સિદ્ધ કરવા “સ્વસ્થ ભારત”ની દિશામા વધુ એક પહેલ દ્વારા જન જન ના આરોગ્ય ને સુનિશ્ર્ચિત કરવા આ ભવ્ય પ્રકલ્પનુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરીકો માટે
“સર્વ જન હિતાય સર્વ જન સુખાય” ના ઉમદા હેતુ સાથે કરવામા આવ્યુ છે જેમાં રાજયભરના નામાંકીત અને નિષ્ણાંત એવા સ્પેશ્યાલીસ્ટ — સુપરસ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિદાન કરવામા આવશે તેમજ સારવારની ગાઇડલાઇન સમજાવી જરૂરી દવાઓ આપવામાં આવશે જેથી જુદા જુદા રોગ અને તકલીફોનો સચોટ ઇલાજ મળી રહે જે “સ્વસ્થ ભારત” સાર્થક કરવાની દિશામા અત્યંત આવશ્યક પ્રકલ્પ બની રહેશે માટે રોગ નિદાન-સારવાર નો લાભ લઇ તંદુરસ્તી મેળવવા અને મેગા બ્લડ ડોનેશન કેમ્પમા ભાગ લઇ સેવા યજ્ઞને દીપાવવા સંસદસભ્ય પૂનમબેન માડમ એ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરીકોને અનુરોધ કર્યો છે ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમીતે, સેવા પખવાડીયાની ઉજવણી અંતર્ગત જામનગર– દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા આયોજીત અને સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પના આયોજનમાં સર્વરોગ નિદાન મેગા કેમ્પ તા.૧૭/૦૯/૨૦૨૨ અને તા.૧૮/૦૯/૨૦૨૨ સવારે ૧૦.૦૦ થી ૧૩,૦૦ બપોરે : ૧૪.૦૦ થી ૧૭.૦૦ વાગ્યા સુધી તેમજ રકતદાન કેમ્પ તા. ૧૭/૦૯/૨૦૨૨ ના રોજ ઃ સવારે ૧૦.૦૦ થી ૧૭.૦૦ વાગ્યા સુધી શ્રી હરીયા કોલેજ, ગોકુલનગર, જકાત નાકા આગળ, જામનગર. ખાતે યોજાશે જેમાં નિષ્ણાંત ડોકટરશ્રીઓ દ્વારા રોગનું નિદાન કરી, જરૂરી દવાઓ પુરી પાડવામાં આવશે. જેનો સૌ જનતાએ લાભ લેવા તેમજ રકતદાન કેમ્પમાં ૨કતદાતાશ્રીઓને મિત્રમંડળ સાથે રકતદાન કરવા જાહેર જનતાને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે