બાયપાસ રોડનું કામ ઝડપથી હાથ ધરવા માર્ગ અને મકાન રાજ્યમંત્રીશ્રીને ભલામણ કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જીલ્લામાં આવેલ કરમસદ લોખંડી પુરૂષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ અને કર્મભુમિ છે તથા તેમનું સ્મારક અને મ્યુઝિયમ જોવા દેશ વિદેશથી દર વર્ષે લાખો લોકો આવે છે. કરમસદથી વડતાલ જવા – આવવા માટે બાકરોલ ગામમાંથી પસાર થઈ ગામના તળાવ કિનારે થઇને ૧૫ ફુટ પહોળા રોડ ઉપરથી જવુ – આવવું પડે છે, જેમાં મુલાકાતીઓને તથા ગામના સ્થાનીક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સમયનો પણ વ્યય થાય છે. લોકોની આ સમસ્યાને દુર કરવા અને વહેલામા વહેલી તકે રોડ બને તે માટે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગ રાજ્યમંત્રી શ્રી જગદિશ વિશ્વકર્માને આ અંગે ભલામણ કરી છે.જેને ધ્યાને લઈ આણંદ શહેરમાં અવકુડા દ્વારા મંજુર થયેલ ડેવલોપમેન્ટ પ્લાનમાં નવો બાયપાસ રોડ નેશનલ હાઈવે ૪૮ થી નેશનલ હાઈવે ૨૨૮ સુધીનો છે, જે માટે અવકુડા અને આણંદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં સરકારશ્રીને ૭ કી.મી. લંબાઈનો રસ્તો બનાવવા અંગેની મંજુરી માટે સચિવશ્રી માર્ગ અને મકાન વિભાગ, આણંદ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.જે અન્વયે સાંસદ શ્રી દ્વારા વહેલામા વહેલી તકે ટેકનીકલ મંજુરી આપીને ઝડપથી આ રોડનુ કામ શરૂ કરવા રાજ્યમંત્રીશ્રીને ભલામણ કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *