ગાંધીનગર ખાતે સે.૨૧ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વ્યક્તિત્વ અને કાર્યોને પ્રદર્શિત કરતી પ્રદર્શની ખુલ્લી મુકાઈ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને શહેર ભાજપ દ્વારા સે.૨૧ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર સ્થિત ગોપાલ ડેરી પાસે વડાપ્રધાનશ્રીના જીવન, વ્યક્તિત્વ અને કાર્યોને પ્રદર્શિત કરતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરના પ્રભારીશ્રી મોહનલાલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેનશ્રી જસવંત પટેલ, મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વ્યક્તિત્વ અને કાર્યોને પ્રદર્શિત કરતી પ્રદર્શની ૧૮ સપ્ટેમ્બર સાંજે ૫.૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *