માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે રૂ.૩.પ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવતાં મંત્રીશ્રી બ્રિજેશ મેરજા

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

મોરબી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ વધુ લોકભોગ્ય બનાવવા માટે મોરબી ખાતે રૂ.પ૦૦/-કરોડના ખર્ચે મેડીકલ કોલેજ બનવા જઇ રહી છે. ત્યારે મોરબી વિસ્તારમાં આરોગ્ય વિષયક આનુષંગિક સુવિધાઓ વધુ ઘનિષ્ઠ બને તે માટે મોરબી-માળીયા(મી) વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સમક્ષ અગાઉ રજૂઆતો કરેલી તે અંતર્ગત માળીયા(મી) તાલુકાના પિપળીયા ચાર રસ્તે ચાચાવદરડા ગામના સર્વે નંબરમાં રૂ.૩.પ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ અંગેની સત્તાવાર જાણકારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે આપી છે. તે બદલ શ્રી બ્રિજેશભાઇ મેરજાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો છે. પિપળીયા ચાર રસ્તા કેન્દ્ર એવું છે કે, જ્યા આમરણ ચોવીસીના ગામો, મોરબી તાલુકાના ગામો અને માળીયા(મી) તાલુકાના ગામોના ત્રિભટે આવેલ સ્થળ છે ત્યાં રૂ.૩.પ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ થવાથી અનેક લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જોગાનુજાગ મોરબી-માળીયા(મી) વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાને માનનીય ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રીશ્રી તરીકે એક વર્ષ પૂર્ણ થયું છે તે જ દિવસે રૂ.૩.પ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોતાના મત-વિસ્તારના લોકોને ભેટ અપાવવામાં શ્રી બ્રિજેશભાઇ મેરજા સફળ રહયા છે, તે બદલ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા, માળીયા(મી) તાલુકા ભાજપા પ્રમુખશ્રી મણીલાલ સરડવા, મોરબી તાલુકા ભાજપા પ્રમુખશ્રી અરવિંદભાઇ વાંસદડિયા, માળીયા(મી) તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઇ રાઠોડ, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમાબેન ચાવડા, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રીઓ જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ અને રણછોડભાઇ દલવાડી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વડાવીયા સહિતના આગેવાનશ્રીઓએ શ્રી બ્રિજેશભાઇ મેરજાને ખાસ અભિનંદન પાઠવ્યા છે. આ તકે શ્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી-માળીયા(મી) વિસ્તારના મતદારોના આર્શીવાદ થકી ધારાસભ્ય બન્યો અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યશ્રી સી.આર.પાટીલજી તથા ભાજપાના શીર્ષત્વ નેતૃત્વના આર્શીવાદના ભાગરૂપે માનનીય ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની સરકારમાં મંત્રી તરીકે કામ કરવાની તક મળી ત્યારે માનનીય સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યાક્ષશ્રી જયંતિભાઇ કવાડીયા, સહકારી અગ્રણીશ્રી મગનભાઇ વડાવીયા, મોરબી શહેર ભાજપા પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા, નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર તથા જિલ્લાભાજપા હોદેદારશ્રીઓ તથા સુજ્ઞ-આગેવાનશ્રીઓના સાથ-સહકાર અને સહયોગથી વિત્યુ. ‘વર્ષ એક કામ કર્યા અનેક’ મંત્રને ચરિતાર્થ કરવામાં ઉપરોકત સૌ કોઇના આર્શીવાદ અને સહયોગ સાંપડયા છે તે બદલ આભારની લાગણી વ્યકત કરી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM