મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ભાઇશ્રીની હાજરીમાં કરાઇ રજત તુલ્લા

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ભાઇશ્રીની હાજરીમાં કરાઇ રજત તુલ્લા

રિપોર્ટ :- મહેશ.ડી.સિંધવ

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે દરમિયાન કથાનું આયોજન કરનારા મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આજે તેઓના મિત્ર મંડળ દ્વારા રજત તુલ્લા કરવામાં આવી હતી અને ૮૪ કિલો ચાંદીથી તેઓની રજત તુલા કરવામાં આવી છે મોરબી પંથકમાં લોક સેવક તરીકે છેલ્લા ૩૫ વર્ષથી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અને લોકોની સુખ સુવિધામાં વધારો કરવા માટે થઈને કાર્યરત રહેલા કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે જે ભાગવત કથાનું ભવ્ય અને ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે તે માટે તેઓના મિત્ર મંડળ દ્વારા આજે કથા મંડપમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં રજત તુલના કરવામાં આવી હતી ને ત્યારે કાંતિભાઈએ કહ્યું હતું કે, તેની રજત તુલ્લા કરવામાં આવી છે તેમાં વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરીને તમામ રકમને સારા સેવા કાર્યમાં વાપરવામાં આવશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *