માતરીયા તળાવ ખાતે  “માય લીવેબલ ભરૂચ” અભિયાન અંતર્ગત “હેપ્પી સ્ટ્રીટ”નું સફળ આયોજન

“માય લીવેબલ ભરૂચ” અભિયાન અંતર્ગત શનિવારના  રોજ માતરીયા તળાવ ખાતે ‘માય લીવેબલ ભરૂચ’ અંતર્ગત ‘હેપ્પી સ્ટ્રીટ’નું પ્રથમવાર સફળ આયોજન થયું હતું. મોટી સંખ્યામાં જાહેરજનતાએ આનંદ માણ્યો હતો.  “માય લીવેબલ ભરૂચ” અભિયાન અંતર્ગત   ‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન નાગરીકોના મનોરંજન માટે કરવામાં આવ્યું હતું. જે અંર્તર્ગત હેપ્પી સ્ટ્રીટના  વિવિધ ઈવેન્ટનોમાં ભરૂચના લોકોએ ભાગ લીધો હતો. ઈલેકટ્રીફાઈન, સીદી ગોમા ડાન્સને લોકોએ નીહાળ્યો હતો. ઝુમ્બા ડાન્સ, ઓપન ગરબામાં લોકો મનમૂકીને ઝૂમ્યા હતા.  સાપ સીડી, લુડો, લંગડી, રસ્સા ખેંચ,કોથળા દોડ,લીંબુ ચમચી,સંગીત ખુરશી,સ્પાઈરલ બોલ ગેમ્સ, વગેરે રમતોમાં લોકોએ ભાગ લઈ ‘હેપ્પી સ્ટ્રીટ’ની મઝા માણી હતી. મોટી સંખ્યામાં શહેરના નાગરીકો હેપ્પી સ્ટ્રીટ’માં આવી સહભાગી બન્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *