
ભારતના યશસ્વી અને કર્મનિષ્ઠ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મ દિવસ ના શુભદિવસે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા મોદી@20 “ડ્રીમ્સ મીટ ડિલિવરી” પુસ્તક પર નિષ્ણાતો દ્વારા વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રના 22 સૌથી બૌદ્ધિક અને પ્રતિષ્ઠિત નિષ્ણાતો દ્વારા પોતાના આલેખન પ્રકાશિત કરવામાં આવેલ છે. GPSC ના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. દિનેશ દાસાએ સુશાસન, નાણાકીય સુધારણા, વૈશ્વિકીકરણ, આધુનિકીકરણ અને રાષ્ટ્રની સુવ્યવસ્થા પ્રસ્થાપિત કરવા માટે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ સામૂહિક પ્રયાસો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રો વાઇસ ચાન્સલેર ડો. જગદીશ ભાવસારે તેમની ઉપસ્થિતિથી આ કાર્યક્રમને શોભાવ્યો હતો અને મહાનુભાવોને તેમના અમૂલ્ય શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ડો.ડી.જે. શાહ સાહેબે તમામ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું અને માનનીય પીએમ મોદીજીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ પશ્રી પ્રકાશ પટેલે વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ ખાસ દિવસે નિષ્ણાતો દ્વારા મોદી@૨૦ પુસ્તક ના અનુસંધાન માં સંવાદ કરવા ના કાર્યક્રમ ના આયોજન માટે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.